Site icon

સીએમએસ ઈન્ફો સિસ્ટમ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023માં ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 33% વૃદ્ધિ નોંધાવી

નાણાંકીય વર્ષ 2023માં આવકમાં 20% વૃદ્ધિ અને એબિટામાં વાર્ષિક ધોરણે 36% વૃદ્ધિ નોંધાવી

CMS Info Systems Limited reports 33% YoY growth in net profit for FY2023

સીએમએસ ઈન્ફો સિસ્ટમ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023માં ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 33% વૃદ્ધિ નોંધાવી

News Continuous Bureau | Mumbai

બેંકિંગ લોજિસ્ટિક્સ અને ટેક્નોલોજી સર્વિસીઝ ઓફર કરતી ભારતની અગ્રણી બિઝનેસ સર્વિસીઝ કંપની સીએમએસ ઈન્ફો સિસ્ટમ્સ લિમિટેડે આજે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા અને સંપૂર્ણ વર્ષ માટેના નાણાંકીય પરિણામો જાહેર કર્યા હતા.

Join Our WhatsApp Community

નાણાંકીય વર્ષ 2023ની કામગીરી પર એક નજરઃ

કંપનીએ રૂ. 1,915 કરોડની આવક હાંસલ કરી જે વાર્ષિક ધોરણે 20% વૃદ્ધિ દર્શાવે છે જ્યારે ઓપરેટિંગ નફો (એબિટા) નાણાંકીય વર્ષ 2023માં રૂ. 408 કરોડથી 36% વધીને રૂ. 552 કરોડ થયો હતો.

આવક

 

રૂ. 1915 કરોડ

વાર્ષિક ધોરણે વૃદ્ધિઃ20%

એબિટા

રૂ. 552 કરોડ

વાર્ષિક ધોરણે વૃદ્ધિઃ36%

 

એબિટા માર્જિન

 

28.6%

વાર્ષિક ધોરણે વૃદ્ધિ: 310 બેસિસ પોઈન્ટ્સ

ચોખ્ખો નફો

 

રૂ. 297 કરોડ

વાર્ષિક ધોરણે વૃદ્ધિ: 33%

નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળાની કામગીરી પર એક નજરઃ

કંપનીએ રૂ. 501 કરોડની આવક હાંસલ કરી હતી, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 13% વધુ હતી, જ્યારે ઓપરેટિંગ નફો (એબિટા) ત્રિમાસિક ગાળામાં રૂ. 140 કરોડથી 25% વધીને રૂ. 149 કરોડ થયો હતો.

આ સમાચાર પણ વાંચો :  PM Modi 3 Nation Visit: ‘આજે દુનિયા ભારતની વાત સાંભળે છે’, PMએ ત્રણ દેશોમાંથી પરત ફર્યા બાદ કહ્યું- આ ખ્યાતિ મોદીની નથી પરંતુ….

આવક

 

રૂ. 501 કરોડ

વાર્ષિક ધોરણે વૃદ્ધિઃ13%

 

એબિટા

 

રૂ. 149 કરોડ

વાર્ષિક ધોરણે વૃદ્ધિ: 25%

એબિટા માર્જિન

 

29.7%

વાર્ષિક ધોરણે વૃદ્ધિ: 100 બેસિસ પોઈન્ટ્સ

ચોખ્ખો નફો

 

રૂ. 80 કરોડ

વાર્ષિક ધોરણે વૃદ્ધિઃ25%

કેશ લોજિસ્ટિક્સ બિઝનેસ પર એક નજર:

• નાણાંકીય વર્ષ 2023માં રૂ. 12.7 લાખ કરોડની અત્યાર સુધીની સૌથી વધુ કરન્સી થ્રુપુટ, 16% વૃદ્ધિ
• એટીએમ અને રિટેલ માટે કુલ બિઝનેસ કોમર્સ પોઈન્ટ્સમાં વાર્ષિક ધોરણે 11% વૃદ્ધિ (માર્ચ’ 2023 સુધીમાં 1,24,000)
• નાણાંકીય વર્ષ 2023માં નિર્ણાયક સેવા પ્રવૃત્તિઓમાં વાર્ષિક ધોરણે 16% વૃદ્ધિ

મેનેજ્ડ સર્વિસીસ અને ટેક્નોલોજી બિઝનેસ પર એક નજર:

• નાણાંકીય વર્ષ 2023માં મેનેજ્ડ સર્વિસીસ બિઝનેસ ઓર્ડરબુક રૂ. 950 કરોડ વિસ્તરી
• મેનેજ્ડ સર્વિસ હેઠળના એટીએમની સંખ્યા માર્ચ 2023માં વધીને 17,500 થઈ, વાર્ષિક ધોરણે 50% વૃદ્ધિ
• 21,000+ લાઇવ સાઇટ્સ સાથે બેંકિંગમાં AIoT રિમોટ મોનિટરિંગમાં #1 માર્કેટ પોઝિશન હાંસલ કરી
• ટેકનોલોજી સોલ્યુશન્સ ALGO MVS અને ALGO OTC, આજે ભારતમાં અનુક્રમે 25% અને 30% એટીએમને આવરી લે છે

આ સમાચાર પણ વાંચો : જે કંપનીમાં લોકોના લાખો કરોડ ડૂબી ગયા છે, તે કંપનીએ ડિવિડન્ડ ડિકલેર કર્યું. નફો ૪૬૬ ટકા.

કંપનીના પ્રદર્શન પર ટિપ્પણી કરતા સીએમએસ ઈન્ફો સિસ્ટમ્સના એક્ઝિક્યુટિવ વાઈસ ચેરમેન અને પૂર્ણ સમયના ડિરેક્ટર શ્રી રાજીવ કૌલે જણાવ્યું હતું કે, “અમે ઉચ્ચ વૃદ્ધિ અને કમાણી આપવાનું ચાલુ રાખીએ છીએ. નાણાંકીય વર્ષ 2023માં અમારો ચોખ્ખો નફો 33% વધ્યો છે અને છેલ્લા ત્રિમાસિક ગાળામાં અમે રૂ. 500 કરોડની આવક સાથે એક સીમાચિહ્ન પણ પાર કર્યું છે. ધિરાણમાં મજબૂત વૃદ્ધિ સાથે, બેંકો હવે તેમની ભૌગોલિક હાજરીને વધુ ઊંડી કરીને વ્યાપક ડિપોઝિટ શેરને વિસ્તરણ અને કબજે કરવા માટે રોકાણ કરી રહી છે. વધુમાં, અર્થવ્યવસ્થાનું ઔપચારિકીકરણ અને મેટ્રો અને ગ્રામીણ બંને વિસ્તારોમાં વપરાશમાં વધારો તેમજ અમારી મજબૂત ઓર્ડર બુકના લીધે નાણાંકીય વર્ષ 2021થી નાણાંકીય વર્ષ 2025 સુધીની આવક બમણી કરવાના અમારા લક્ષ્ય સુધી પહોંચાડવાનું ચાલુ રાખવા માટે અમારા માટે સારી સ્થિતિ ઊભી થઈ છે.”

31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા અને સંપૂર્ણ વર્ષ 2023 ના પરિણામો સેગમેન્ટના પરિણામો સાથે Ind AS હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે જે અમારી વેબસાઇટ www.cms.com ના ઈન્વેસ્ટર રિલેશન્સ સેક્શનમાં ઉપલબ્ધ છે.

આ સમાચાર પણ વાંચો :  નવા સંસદ ભવનમાં મુકાશે સેંગોલ, તમિલનાડુ સાથે છે ખાસ કનેક્શન અને નેહરુ સાથે જોડાયલો ઈતિહાસ… જાણો સેંગોલની આખી કહાની

 

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version