News Continuous Bureau | Mumbai
અત્યાર સુધી સહકારી બેંકમાં(Cooperative Bank) ખાતુ ધરાવતા ગ્રાહકો અનેક સરકારી યોજનાના(Government scheme) લાભથી વંચિત રહી જતા હતા. હવે જોકે સહકારી બેંકના ગ્રાહકોને સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળશે. આ માટે સહકારી બેંકોને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર (DBT) સાથે જોડવામાં આવવાનું છે.
તાજેતરમાં કેન્દ્રીય સહકાર મંત્રી(Union Minister for Co-operation) અમિત શાહે(Amit Shah) વીડિયો કોન્ફરન્સિંગ(Video conferencing) દ્વારા એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી. હાલમાં સરકારના 52 મંત્રાલયો દ્વારા ચલાવવામાં આવતી 300 યોજનાઓનો લાભ DBT દ્વારા લાભાર્થીઓને પહોંચાડવામાં આવી રહ્યો છે, એટલે કે હવે આ તમામ યોજનાઓનો લાભ સહકારી બેંકોના ગ્રાહકોને મળશે.
અમિત શાહે કહ્યું કે બેંકિંગ સેક્ટરમાં(Banking sector) પહેલા કરતા ઘણો સુધારો થયો છે. જેના કારણે દેશના નાગરિકોને બેંકિંગ સેવાઓનો લાભ મળી રહ્યો છે. આ સિવાય જન ધન યોજનાના કારણે 45 કરોડ નવા લોકોના બેંક ખાતા પણ ખોલવામાં આવ્યા છે. આવા 32 કરોડ લોકોને પણ RuPay ડેબિટ કાર્ડનો(Debit card) લાભ મળ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મોદી કેબિનેટનોમોટો નિર્ણય- સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલના વેચાણ પરનો પ્રતિબંધ હટાવ્યો-જાણો આનાથી શું થશે
અમિત શાહે કહ્યું, 'દેશની સમૃદ્ધિ અને આર્થિક ઉન્નતિમાં સહકારી ક્ષેત્રનું(co-operative sector) મહત્વનું યોગદાન રહેશે. પીએમ જન ધન યોજના(PM Jan Dhan Yojana) હેઠળ ખોલવામાં આવેલા કરોડો નવા ખાતાના ડિજિટલ વ્યવહારો(Digital transactions) પણ એક ટ્રિલિયન ડોલરને(Trillion dollars) પાર કરી ગયા છે. વર્ષ 2017-18ના ડિજિટલ ટ્રાન્ઝેક્શન ની સરખામણીમાં 50 ગણો વધારો થયો છે. ડીબીટી સાથે સહકારી બેંકો જોડાવાથી નાગરિકો સાથે વધુ જોડાણ વધશે અને સહકારી ક્ષેત્ર વધુ મજબૂત બનશે.
અમિત શાહે કહ્યું કે એગ્રીકલ્ચર બેંકે(Agriculture Bank) તે તમામ માપદંડો પર પોતાને સાબિત કરી છે જે આરબીઆઈ (RBI) અને નાબાર્ડ દ્વારા બેંકિંગ માટે બનાવવામાં આવ્યા છે. અગાઉ બેંકમાંથી 12 થી 15 ટકાના વ્યાજે લોન મળતી હતી જે હવે ઘટીને 10 ટકા થઈ ગઈ છે. એટલું જ નહીં, લોનની ચુકવણી કરનારા લાભાર્થીઓને બે ટકાની છૂટ પણ આપવામાં આવે છે.