રિઝર્વ બેન્કનો મોટો નિર્ણય, ગ્રાહક નાણાં ઉપાડવા જાય ત્યારે ATM ખાલી હશે તો બેંકોને થશે આટલા રૂપિયાનો દંડ :જાણો ક્યારથી લાગૂ થશે આ નવો નિયમ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

બુધવાર

ઘણી વખત એટીએમમાં ​​રોકડના અભાવે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યા ધ્યાન રાખીને ભારતીય રિઝર્વ બેંકે એક મોટો નિર્ણય લીધો છે. 

આરબીઆઇએ નિર્ણય કર્યો છે કે એટીએમમાં સમય પર રૂપિયા ના નાખનારી બેન્કો પર 10 હજાર રૂપિયાનો દંડ લાદવામાં આવશે.

આરબીઆઇએ કહ્યુ કે કોઇ એક મહિનામાં એટીએમમાં જો 10 કલાકથી વધારે સમય સુધી કેશ નથી રહેતા તો સબંધિત બેન્ક પર દંડ ફટકારવામાં આવશે.

એટલે કે બેન્કો અને વ્હાઈટ લેબલ એટીએમ (એવી કંપનીઓ જેને આરબીઆઈએ માત્ર એટીએમ ઓપરેટીંગનું લાયસન્સ આપ્યું છે) ઓપરેટર્સે પોતાનું તંત્ર મજબૂત કરવું પડશે. 

આરબીઆઈનો આ આદેશ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. 

ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ કેશ-આઉટના કારણે ATM ના ડાઉનટાઇમની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો.

વરસાદ લઈને હવામાન વિભાગે કરી આગાહી, દેશના આ ભાગોમાં પડશે ભારે વરસાદ, તો આ રાજ્ય માટે જારી કર્યું યલો એલર્ટ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More