News Continuous Bureau | Mumbai
દવા(Medicine) ખરીદતી વખતે દર્દી અને તેના પરિવારના મનમાં અનેક સવાલો હોય છે. જેમ કે દવા અસલી છે, કે નહીં? આનાથી કોઈ નુકસાન તો નહીં થાય? જોકે હવે આવી શંકાઓનું ટૂંક સમયમાં નિરાકરણ થવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે(Central govt) બનાવટી અને હલકી ગુણવત્તાવાળી દવા(Fake and low quality medicine) ઓના ઉપયોગને ચકાસવા અને તેની ગુણવત્તા વિશે જાણવા માટે ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમ(Track and trace system) શરૂ કરવાની યોજના બનાવી છે.
શરૂઆતમાં આ યોજના સૌથી વધુ વેચાતી દવાઓ પર લાગુ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં આ યોજના 300 દવાઓ પર લાગુ થશે. તેમાં સૌથી વધારે ડિમાન્ડ(demangding medicine) હોય અને એક સ્ટ્રીપની કિંમત 100 રૂપિયાથી વધારે હોય તેવી એન્ટીબાયોટિક્સ, કાર્ડિયાક, પીડામાં રાહત આપતી દવાઓ અને એન્ટી એલર્જિક દવાઓ સામેલ હશે.
આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું આ તો કેવું સ્વાગત- નવરાત્રી મહોત્સવમાં આગમન દરમિયાન ટીખળખોરે પાણીની બોટલ ફેંકી- જુઓ વિડિયો
જો કે આ યોજના એક દાયકા પહેલા અમલમાં આવવાની હતી, પરંતુ સ્થાનિક ફાર્મા ઉદ્યોગની માંગ પર તેને અટકાવી દેવામાં આવી હતી. નકલી દવાઓના વધી રહેલા કારોબારને લઈને સરકારે આ નિર્ણય લીધો છે.
આ યોજના લાગુ થયા પછી, ગ્રાહક મંત્રાલય દ્વારા વિકસિત પોર્ટલ પર એક અનન્ય કોડ ફીડ કરીને દવાની વાસ્તવિકતા ચકાસી શકાશે. તેને મોબાઈલ ફોન અથવા ટેક્સ્ટ મેસેજ દ્વારા પણ ટ્રેક કરી શકાશે. ફાર્મા ઉદ્યોગના એક નિષ્ણાતના જણાવ્યાનુસાર, નવી યોજના લાગુ કરવાથી ખર્ચમાં લગભગ ત્રણથી ચાર ટકાનો વધારો થશે. કેટલીક કંપનીઓએ સ્વૈચ્છિક રીતે પોતાની પ્રોડક્ટ પર ક્યુઆર કોડ છાપવાની શરૂઆત કરી દીધી છે.