News Continuous Bureau | Mumbai
Dark Patterns : કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ( CAIT ) મહારાષ્ટ્ર પ્રદેશ મહામંત્રી અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘે એક પરિપત્રમાં જણાવ્યું કે કેન્દ્રીય ઉપભોક્તા મંત્રાલયે ( Union Ministry of Consumer Affairs ) ઈ-કોમર્સ પ્લેટફૉર્મ ( E-commerce platform ) પર ૧૩ જેટલા ડાર્ક પેટર્નના ઉપયોગ પર પ્રતિબંધ ( Prohibition ) મૂકવા માટે જે આદેશ બહાર પાડ્યો છે. એનું વેપારી સંગઠનએ ( trade association ) સ્વાગત કર્યું છે. આના લીધે ઈ- કોમર્સ કંપનીઓ દ્વારા ગ્રાહકોને છેતરવાની પ્રવૃત્તિઓ અટકશે. ઈ- કોમર્સ કંપનીઓ આવા અભિગમ સામે કેટ દ્વારા સતત ચાર વર્ષથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. એને જોતા સરકારનું આ મહત્ત્વનું પગલું છે. ઈ-કોમર્સ કંપનીઓ પોતાના ભ્રામક બિઝનેસ મોડલ થકી માત્ર વેપારીઓના હિતને નુકસાન પહોંચાડી રહ્યો હતો એવું નહોતું, પણ ગ્રાહકોને પણ બહુ મોટું નુકસાન થઈ રહ્યું હતું.
‘કેટ’ના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખડેલવાલે કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલનું આ પગલું ભરવા બદલ આભાર વ્યક્ત કરતા કહ્યું કે હવે ઈ-કોમર્સ પૉલિસી અને નિયમોને પણ તુરંત લાગુ પાડવામાં આવે. જેથી ઈ- કોમર્સનો વેપાર સરખી રીતે ચાલે અને ઈ-કોમર્સ પોર્ટલની જવાબદારી નક્કી થઈ શકે.
આ સમાચાર પણ વાંચો : viral video : માં તે માં બીજા વગડના વા.. પોતાના ઈંડાની રક્ષા કરવા ટ્રેક્ટર સામે હિંમતથી ઉભી રહી ટીટોડી, જુઓ ભાવુક વીડિયો
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.