ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
29 ઓગસ્ટ 2020
કોરોના કાળમાં (કોવિડ -19) ઘણી વસ્તુઓનું નુકસાન થયું છે. ભલે તે પછી વ્યવસાય, પરિવહન, રોજગાર,શિક્ષણ અથવા બીજું કંઈ પણ હોય. કોરોનાના ચેપના ડરથી લોકોએ નોંટો પણ સેનિટાઈઝ કરી હતી. નોટોને સેનિટાઈઝ કરવાથી, ધોવાથી અને તડકામાં નાખવાથી મોટી સંખ્યામાં ચલણ બગડ્યું છે. આ જ કારણ છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) સુધી પહોંચેલી ખરાબ નોટોની સંખ્યાએ આજ સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
સૌથી વધુ નુકશાન બે હજાર રૂપિયાની નોટોને થયું છે. આ વખતે 2 હજારની 17 કરોડથી વધુની નોટો આરબીઆઈ પાસે આવી હતી. આ સંખ્યા ગયા વર્ષ કરતા 300 ગણી વધારે છે. આ સિવાય 100, 500, 10 અને 20 રૂપિયાની નોટો પણ મોટી માત્રામાં ખરાબ થઈ છે. બેંકોમાં પણ રૂપિયાના બંડલ પર સેનિટાઇઝરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
આના પરિણામે, જૂની નોટોની સાથે નવી નોટો પણ એક વર્ષમાં ખૂબ ખરાબ થઈ છે. 500ની નવી નોટો દસ ગણી ખરાબ થઈ છે. ગત વર્ષ કરતા 200ની નોટો 300 ગણી નકામી બની ગઈ છે. વીસનું નવું ચલણ એક વર્ષમાં વીસ કરતા વધુ વખત બગડ્યું છે. નોંધનીય છે કે દર વર્ષે આરબીઆઈ પાસે સૌથી વધુ 10, 20 અને 50 ની ખરાબ નોટો આવે છે. પરંતું આ વર્ષે 500 અને 2000ની નોટોએ નવો રેકોર્ડ બનાવ્યો છે.
RBI દ્વારા જારી કરાયેલા 2019-20ના વાર્ષિક અહેવાલમાં 200 અને 500 રૂપિયાની નોટોનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક અહેવાલ મુજબ 2019-20 ના વર્ષ દરમ્યાન એક પણ 2000 ની નોટ છાપવામાં આવી નથી.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com