Site icon

કોરોનાની ત્રીજી લહેર શું ફ્ક્ત મુંબઈમાં જ આવશે? વેપારીઓનો BMCને સણસણતો સવાલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 21 જૂન 2021

Join Our WhatsApp Community

સોમવાર

મહારાષ્ટ્રની ટાસ્ક ફોર્સે મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર આવવાની શક્યતા વર્તવી છે. એ કારણ આગળ કરીને મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં કોઈ છૂટછાટ આપી નથી રહી. એની સામે મુંબઈને અડીને આવેલાં શહેરોમાં સ્થાનિક પાલિકાઓએ તમામ પ્રકારની છૂટછાટ આપી છે. એથી પાલિકાનાં આવાં ધોરણો સામે વેપારીઓની નેતૃત્વ કરતી સંસ્થા ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડ વેલ્ફેર ઍસોસિયેશને (FRTWA)  કોરોનાની ત્રીજી લહેર શું ફક્ત મુંબઈમાં  જ આવવાની છે એવો સવાલ કર્યો છે.

 FRTWAના અધ્યક્ષ વિરેન શાહે પાલિકાના આવા વલણ સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કહ્યું હતું કે, “મુંબઈમાં કોરોનાનો પૉઝિટિવિટી રેટ 3.79 ટકા અને ઑક્સિજન બેડ ઑક્યુપેન્સી રેટ 23.56 ટકા છે. એ હિસાબે મુંબઈ લેવલ વનમાં આવી ગયું છે. છતાં મુંબઈ મહાનગરપાલિકાએ વેપારીઓને કોઈ છૂટછાટ નહીં આપતાં ત્રીજા લેવલ હેઠળના નિયંત્રણ ચાલુ રાખ્યા છે. એ માટે મુંબઈની ભૌગલિક રચના અને લોકસંખ્યાની ઘનતા, મુંબઈ મેટ્રોપોલિટન રિજનથી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરીને મોટી સંખ્યામાં મુંબઈ આવતા લોકોનું કારણ આગળ કરે છે. એ તો સમજી શકાય છે, પણ ટાસ્ક ફોર્સે મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર આવવાની શક્યતા વર્તવી છે. આ  કારણ આગળ કરીને મુંબઈમાં તેઓને કોઈ નિયંત્રણમાં રાહત આપવી નથી, તો ત્રીજી લહેર શું ફક્ત મુંબઈમાં જ આવવાની છે?”

સોના પર હૉલમાર્કિંગ ફરજિયાત કરવાથી નાના વેપારીઓ ફાવી  જશે; જાણો વધુ વિગત

કોરોનાની ત્રીજી લહેરનું જોખમ છે, તો એ રાજ્યનાં તમામ શહેર અને જિલ્લાઓને લાગુ પડે છે. ત્યાંની પાલિકાઓએ લૉકડાઉનના નિયમોને શિથિલ કર્યા છે. સ્થાનિક સ્તરે જે લેવલમાં આવે છે એ પ્રમાણેની છૂટછાટ આપી છે. તો શું ત્યાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ નથી. ફ્ક્ત મુંબઈમાં જ દુકાનો ખોલવાથી ત્રીજી લહેર આવી જશે. પાલિકાના આવા ભેદભાવભર્યા વલણ સામે અમારો વિરોધ છે.  એવું પણ વિરેન શાહે કહ્યું હતું.

Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Exit mobile version