ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021
બુધવાર.
સિમેન્ટ અને સ્ટીલના છેલ્લા એક વર્ષમાં થયેલા તોંતિગ વધારા સામે રિયાલિટી ક્ષેત્રે અગ્રણી સંસ્થા ગણાતી કોન્ફડેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ અસોસિયેશન ઓફ ઈન્ડિયા (ક્રેડાઈ)એ ચિંતા વ્યક્ત કરી છે. બાંધકામના કાચ માલનો ભાવ આ રીતે જ વધતો રહ્યો તો ઘરની કિંમતમાં 10થી 15 ટકાનો વધારો થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. સાથે જ તેમણે સરકારને ભાવ અંકુશમાં લેવા માટે પગલા લેવાની માગણી પણ કરી છે. બાંધકામના કાચા માલ પર રહેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST)ને ઘટાડવાની સૂચના પણ તેમણે આપી છે.
તો શું બે અઠવાડિયામાં આવી જશે આ ઈ-કોમર્સ કંપની વિરુદ્ધની ફરિયાદનો નિકાલ? દિલ્હી હાઈકોર્ટે CCIને આપી સૂચના; જાણો વિગત.
ક્રેડાઈના કહેવા મુજબ જાન્યુઆરી 2020થી કાચમાલના ભાવમાં સદંતર વધારો થઈ રહ્યો છે. તેમાં પાછુ લોકડાઉન દરમિયાન મજૂરોની અછત, કરફ્યુ વગેરેને કારણે બાંધકામમાં પણ અનેક પ્રકારનો વિલંબ થયો હતો. તેને કારણે બાંધકામનો ખર્ચ પણ સમયગાળા દરમિયાન વધી ગયો હતો.