ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022
શનિવાર
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
આજે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 95 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગઈ છે.
શુક્રવારે 11 ફેબ્રુઆરીએ ક્રૂડ ઓઈલની કિંમત 91 ડોલર પ્રતિ બેરલ હતી.
એટલે કે માત્ર એક જ દિવસમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં લગભગ 4 ડોલર પ્રતિ બેરલનો વધારો થયો છે.
જોકે ક્રૂડના ભાવ આટલા વધ્યા હોવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 101 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.