News Continuous Bureau | Mumbai
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી રહી છે.
oilprice.com તરફથી મળેલી માહિતી અનુસાર WTI ક્રૂડની કિંમત આજે 11 માર્ચે ઘટીને 105.6 ડૉલર પર આવી ગઈ છે.
સાથે બ્રેન્ટ ક્રૂડની કિંમત પણ ઘટીને 108.30 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે.
આમ બે દિવસ અગાઉ 130.3 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચેલા ક્રૂડ ઑઇલના ભાવમાં 20 ડૉલરથી વધુનો ઘટાડો થયો છે.
ઉલ્લેખનીય છે કે માત્ર બે દિવસ પહેલા એટલે કે 9 માર્ચ 2022ના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 130 ડોલર પ્રતિ બેરલની ઉપર પહોંચી ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : ભારતીય શેર બજારનું કદ વધ્યું, આ દેશને પછાડીને વિશ્વનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું શેર માર્કેટ બન્યું