364
Join Our WhatsApp Community
પેટ્રોલ-ડીઝલનાં ભાવ આસમાને પહોંચ્યા બાદ હવે આ સામાન્ય માણસની સવારી મનાતી સાયકલ પણ મોંઘી બની છે. લોકડાઉન બાદ સાયકલની કિંમતમાં 50 ટકા સુધીનો વધારો થયો છે.
સાધારણ સાયકલનાં ભાવ 3700 રૂપિયાથી વધીને હવે 4500 રૂપિયા થઇ ગયા છે. સામાન્ય સાયકલોની સાથે-સાથે ફેન્સી સાયકલોની કિંમતમાં પણ 1000-1200 રૂપિયા જેટલી વૃદ્ધિ થઇ છે.
આયર્ન અને પ્લાસ્ટિકનાં સતત વધારી રહેલા ભાવનાં કારણે સાયકલ પણ મોંઘી થઇ રહી છે
ઉલ્લેખનિય છે કે લોકડાઉનમાં ફિટનેસ સેન્ટર અને જિમ બંધ હતા, તેથી ફિટનેસ પ્રત્યે જાગૃત લોકો ખુદને ફિટ રાખવા માટે સાઇક્લિંગ તરફ વળ્યા હતા જેથી લોકડાઉનનાં એક તબક્કામાં સાયકલોની કિંમતમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો હતો.
You Might Be Interested In
