News Continuous Bureau | Mumbai
યુવા ઉદ્યોગપપતિ(Young businessman) ટાટા અને સન્સના(Tata and Sons) પૂર્વ ચેરમેન(Former Chairman) સાયરસ પી મિસ્ત્રીની(Cyrus P. Mistry) કારનો રવિવારે લગભગ સવા ત્રણ વાગ્યાની આસપાસ થયેલા ભયાનક રોડ એક્સિડન્ટ(Road accident) થયો હતો, જેમાં સાયરસ સહિત કાર ચલાવી રહેલા મહિલા દિનશા પંડોલ(Dinsha Pandol) બંનેનું મોત થયું હતું જ્યારે અન્ય બીજા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. પ્રારંભીક તપાસમાં સામે આવ્યું છે કે મૃતકોએ સીટ બેલ્ટ પહેર્યા નહોતા. તેમ જ બેફામ સ્પીડને(Unparalleled speed) કારણે ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવી દેતા આ દુર્ઘટના ઘટી હતી.
મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ પ્રાથમિક તપાસમાં સાયરસ મિસ્ત્રીના કારના એક્સિડન્ટ (Accident) માટે બેફામ સ્પીડ તો જવાબદાર હતી પણ સાથેજ સાયરસની સાથે કાર ડ્રાઈવર કરનારી વ્યક્તિએ સીટ બેલ્ટ પહેર્યો નહોતો, તેથી કાર ડીવાઈડર સાથે જોશભેર ભટકાયા બાદ થયેલા ભયાનક એક્સિડન્ટમાં સાયર સહિત અન્ય વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
આ સમાચાર પણ વાંચો : ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના એક્સીડેન્ટ પહેલાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે- જુઓ કેવી રીતે થયો હતો અકસ્માત
મિડિયાના અહેવાલ મુજબ પોલીસને પ્રારંભિક તપાસમાં એવું જણાયું હતું કે પાલઘર પાસે મુંબઈ જતી કાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સાયરસ મિસ્ત્રી અને તેમની સાથે કારમાં બેઠેલા સહયાત્રીએ સીટ બેલ્ટ પહેર્યા નહોતા. પોલીસના કહેવા મુજબ બેફામ ઝડપ અને ડ્રાઈવરનું કાર પરથી નિયંત્રણ જતા આ એક્સિડન્ટ થયો હતો. કાર ડિવાઈડર સાથે ભટકાઈ હતી અને કારની એરબેગ પણ ખૂલી હતી. પરંતુ કાર એટલા જોરથી ટકરાઈ હતી કે કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા.
પાલઘર પોલીસના કહેવા મુજબ 'દુર્ઘટનાનું કારણ મુખ્યરૂપે કાર ચાલક દ્વારા કાર પરથી કાબુ ગુમાવી દેવો લાગી રહ્યું છે. વધી માહિતી ઊંડાણમાં તપાસ દરમિયાન સામે આવશે. પરંતુ પ્રાથમિક દ્રષ્ટીએ દુર્ઘટના વધુ ઝડપ અને ડ્રાઈવર દ્વારા યોગ્ય નિર્ણય ન લેવાના કારણે ઘટી હતી.
મિડિયાના અહેવાલ મુજબ એક્સિડન્ટ બાદ મિસ્ત્રી અને અન્ય લોકોને કાસાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સાયરસ મિસ્ત્રીને અટેન્ડ કરનાર ડોક્ટરે ન્યુઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, 'ટાટા સન્સના પૂર્વ અધ્યક્ષને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને મૃત હાલતમાં જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
સમાચાર સંસ્થા સાથે વાત કરનારા ડોકટરના કહેવા મુજબ 'પહેલા બે દર્દીઓને લાવવામાં આવ્યા જેમાં સાયરસ મિસ્ત્રી અને જહાંગીર દિનશા પંડોલ સામેલ હતા. બંનેને મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. તેમને લાવનાર સ્થાનિક લોકોએ કહ્યું કે સાયરસ મિસ્ત્રીનું તો ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે જહાંગીર દિનશા પંડોલ અકસ્માત સ્થળે જીવિત હતા પરંતુ હોસ્પિટલ પહોંચતા સુધીમાં તેમનું મોત થઈ ગયું હતું.
આ સમાચાર પણ વાંચો : દુનિયાના સૌથી અમીરોની યાદીમાં ગૌતમ અદાણી ફરી ચોથા સ્થાને ધકેલાયા- આ ઉધોગપતિએ તેમને આપી પછડાટ- બન્યા ત્રીજા ધનિક વ્યક્તિ