News Continuous Bureau | Mumbai
DCB બેંકના નવા FD દરો
DCB બેંક 7 દિવસથી 90 દિવસની FD પર 4.80% અને 91 દિવસથી 6 મહિનાની મુદત પર 5.50% વ્યાજ ઓફર કરવાનું ચાલુ રાખશે. જ્યારે ડીસીબી બેંક(DCB Bank) 6 મહિનાથી 12 મહિનાની એફડી પર 5.70 ટકા, 12 મહિનાની એફડી પર 6.10 ટકા, 12 મહિનાથી 15 મહિનાની એફડી પર 5.75 ટકા અને 15 મહિનાથી 18 મહિનાથી ઓછા સમયગાળાની એફડી પર 6.75 ટકા વ્યાજ ચૂકવશે.
બીજી તરફ, DCB બેંકમાં 18 મહિનાથી 700 દિવસથી ઓછા સમયની FD પર વ્યાજ દરમાં 15 બેસિસ પોઈન્ટનો(basis points) વધારો કરીને 6.75% કરશે. આ જ DCB બેંક વ્યાજ દરોમાં(Bank interest rates) સૌથી વધુ 50 બેસિસ પોઈન્ટના વધારા પછી 700 દિવસથી 36 મહિનાની FD પર 7.10% વ્યાજ આપશે અને 36 મહિનાથી 10 વર્ષની FD પર 40 બેસિસ પોઈન્ટના વધારા પછી 7% વ્યાજ આપશે.તમે 10 હજાર રૂપિયાથી FD શરૂ કરી શકો છોજો તમે DCB બેંકમાં FD કરવા માંગો છો, તો તમારે ઓછામાં ઓછી 10 હજાર રૂપિયાની મૂડીથી શરૂઆત કરવી પડશે. જ્યારે જૂના ગ્રાહકો માટે બેંક વાર્ષિક 0.5 ટકા વધારાનું વ્યાજ ચૂકવશે.
આ સમાચાર પણ વાંચો : જિયોની ક્લાઉડ ગેમિંગ ટેક્નોલોજીથી એન્ટ્રી લેવલના 5G મોબાઈલમાં પણ હાઈ-એન્ડ ગેમિંગ શક્ય બનશે
કોઈપણ ગ્રાહક માસિક(Monthly), ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે વ્યાજ દર મેળવી શકે છે. આ સિવાય FD ધરાવનાર ગ્રાહક લોન(Consumer Loans) અને ઓડી (OD) માટે પણ અરજી કરી શકે છે. આ માટે, ગ્રાહકોની મહત્તમ મર્યાદા(Maximum limit of customers) FD રકમના 80 ટકા છે.