News Continuous Bureau | Mumbai
December 2024 Bank Holiday : વર્ષ 2024ના છેલ્લા મહિનો એટલે કે ડિસેમ્બર મહિનાને શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે. ડિસેમ્બરમાં અડધાથી વધુ દિવસો બેંકો બંધ રહેશે. ડિસેમ્બર, 2024માં 5 રવિવાર હશે, આ સિવાય 2 શનિવારે પણ રજા રહેશે. આ સિવાય ઘણા રાજ્યોમાં ક્રિસમસ અને નવા વર્ષની પૂર્વ સંધ્યા જેવી ઘણી રજાઓ હશે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે ડિસેમ્બરમાં કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો તે કામને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી લો.
December 2024 Bank Holiday : ડિસેમ્બર બેંક 17 દિવસ રહેશે બંધ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર, ડિસેમ્બરમાં બેંકો કુલ 17 દિવસ બંધ રહેશે. આમાં બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની રજાઓનો સમાવેશ થાય છે. આ સૂચિમાં સમાવિષ્ટ રજાઓ પર, બેંકો કેટલાક રાજ્યોમાં બંધ હોય છે અને કેટલાક રાજ્યોમાં ખુલે છે, કારણ કે કેટલાક તહેવારો રાજ્યવાર ઉજવવામાં આવે છે. કેટલાક તહેવારો દેશભરમાં ઉજવવામાં આવે છે.
December 2024 Bank Holiday : બેંક હોલિડે લિસ્ટ
- 1 ડિસેમ્બર (રવિવાર) ના રોજ રવિવારના કારણે દેશની તમામ બેંકો બંધ રહેશે.
- 3 ડિસેમ્બર (શુક્રવાર) ના રોજ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના તહેવાર નિમિત્તે ગોવામાં બેંકો બંધ રહેશે.
- 8 ડિસેમ્બર (રવિવાર) ના રોજ દેશની તમામ બેંકો રવિવારના કારણે બંધ રહેશે.
- 12 ડિસેમ્બર (મંગળવાર) ના રોજ મેઘાલયમાં પા-તોગન નેંગમિંજા સંગમાના દિવસે બેંકો બંધ રહેશે.
- 14 ડિસેમ્બરે (શનિવાર)ના રોજ બીજા શનિવારના કારણે દેશની તમામ બેંકો બંધ રહેશે.
- 15 ડિસેમ્બર (રવિવાર) ના રોજ દેશની તમામ બેંકો રવિવારના કારણે બંધ રહેશે.
- 18 ડિસેમ્બર (બુધવાર) ના રોજ મેઘાલયમાં યુ સોસો થમની પુણ્યતિથિ નિમિત્તે બેંકો બંધ રહેશે.
- 19 ડિસેમ્બર (ગુરુવાર)ના રોજ ગોવા મુક્તિ દિવસ નિમિત્તે રોજ ગોવામાં બેંકો બંધ રહેશે.
- 22 ડિસેમ્બર (રવિવાર) ના રોજ દેશની તમામ બેંકો રવિવારના કારણે બંધ રહેશે.
- 24 ડિસેમ્બર (ગુરુવાર) ના રોજ મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલયમાં નાતાલની પૂર્વસંધ્યાએ બેંકો બંધ રહેશે.
- 25 ડિસેમ્બર (બુધવાર) ના રોજ ક્રિસમસના અવસર રોજ સમગ્ર ભારતમાં બેંકો બંધ રહેશે.
- 26 ડિસેમ્બર (ગુરુવાર)ના રોજ મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલયમાં નાતાલની ઉજવણી નિમિત્તે બેંકો બંધ રહેશે.
- 27 ડિસેમ્બર (શુક્રવાર) ના રોજ નાગાલેન્ડમાં નાતાલની ઉજવણી નિમિત્તે બેંકો બંધ રહેશે.
- 28 ડિસેમ્બર (શનિવાર)ના રોજ ચોથા શનિવારના કારણે દેશની તમામ બેંકો બંધ રહેશે.
- 29 ડિસેમ્બર (રવિવાર)ના રોજ દેશની તમામ બેંકો રવિવારના કારણે બંધ રહેશે.
- 30 ડિસેમ્બર (સોમવાર)ના રોજ મેઘાલયમાં યુ કિઆંગ નંગબાહના અવસર પર બેંકો બંધ રહેશે.
- 31 ડિસેમ્બર (મંગળવાર)ના રોજ મિઝોરમ અને સિક્કિમમાં નવા વર્ષની પૂર્વ સંધ્યા/લોસોંગ/નમસોંગના અવસર પર બેંકો બંધ રહેશે.
આ સમાચાર પણ વાંચો: Shaktikanta Das Health Update : RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, અપોલો હોસ્પિટલમાં એડમિટ; જાણો શું થયું છે તેમને…
December 2024 Bank Holiday :ડિજિટલ બેંકિંગ ચાલુ રહેશે
UPI, IMPS અને નેટ બેન્કિંગ તેમજ ઓનલાઈન બેન્કિંગ પ્લેટફોર્મ અને મોબાઈલ એપ્સ જેવી ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓ સાથે, બધા ગ્રાહકો બેંકની રજાઓમાં પણ સરળતાથી વ્યવહારો કરી શકશે આ વ્યવહારોમાં ચેક બુક મંગાવવા, બિલ ભરવા, પ્રીપેડ ફોન રિચાર્જ કરવા, પૈસા ટ્રાન્સફર કરવા, હોટલ બુકિંગ અને મુસાફરી માટેની ટિકિટ વગેરેનો સમાવેશ થાય છે. ડિજિટલ બેંકિંગમાં આગળ જણાવેલ મોટા ભાગના વ્યવહારો માટે, તમારે ફક્ત સંબંધિત બેંકની વેબસાઇટ પર તમારા નેટ બેંકિંગ ખાતામાં લોગ ઇન કરવાની જરૂર પડશે.