ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
31 ઓક્ટોબર 2020
કોરોના ને કારણે આ વર્ષે દેશનાં ઝવેરી બજારોમાં કાગડા ઉડી રહયાં છે. દિવાળી ને બે અઠવાડિયાની જ વાર હોવા છતાં કોઈ લેવાલ નથી. ભારતમાં સોનાની માંગની દ્રષ્ટીએ આ વર્ષ સૌથી ખરાબ રહ્યું છે, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનાં (WGC) ના જણાવ્યા પ્રમાણે જો આ જ ટ્રેન્ડ ચાલું રહ્યો તો બની શકે કે વર્ષ 1995 બાદ પહેલી વાર સોનાની માંગમાં આટલો મોટો ઘટાડો જોવા મળશે.
WGC નાં મતે આ વર્ષે અત્યાર સુધીમાં ભારતમાં 252 ટન સોનાની ખપત થઇ છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં આ આંકડો 496 ટનનો હતો, જો ઓક્ટોબરથી ડિસેમ્બર 2019નાં ત્રિમાસિકનાં 194 ટન સોનાની માંગનાં આંકડાને તેમાં ઉમેરવામાં આવે તો ગયા વર્ષની તુલનામાં આ 696 ટન ઓછી હશે. જો સોનું 50 હજાર પ્રતિ 10 ગ્રામથી ઘટે તો જ સોનાની સ્થિતી સુધરી શકે એમ છે,
WCGની ગોલ્ડ ડિમાન્ડ ટ્રેંડસ રિપોર્ટ મુજબ વૈશ્વિક સ્તરે સોના માટે 2,972.1 ટન વાર્ષિક (YTD) ની માંગ 2019ની આ જ સમયગાળા કરતાં 10 ટકા ઓછી છે, કેલેન્ડર વર્ષ 2020નાં ત્રીજા ત્રિમાસિકમાં 892.3 ટનની માંગમાં 19 ઘટાડો આવ્યો છે, જે વર્ષ 2009નાં ત્રિમાસિકનાં બાદથી અત્યાર સુધીની સૌથી ઓછી માંગ છે, તેનું સૌથી મોટું કારણ કોવિડ-19 રોગચાળો માનવામાં આવ્યો છે.
