News Continuous Bureau | Mumbai
LIC Jeevan Pragati Plan: દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ( LIC ) એ નવી પોલિસી જાહેર કરી છે. આ નાની બચત યોજના જંગી વળતર આપે છે. LIC એ જીવન પ્રગતિ પોલિસી જાહેર કરી છે. આ સ્કીમમાં તમે દરરોજ 200 રૂપિયાની બચત કરીને 28 લાખ રૂપિયા મેળવી શકો છો.
LIC Jeevan Pragati Plan: 12 થી 45 વર્ષ માટે આ પોલિસીમાં રોકાણ કરી શકાય છે
જો તમે લાંબા ગાળાનું રોકાણ કરીને એક સારી રકમ બચાવવા માંગો છો , તો આ પોલિસી ( LIC Policy ) તમારા માટે વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. LIC જીવન પ્રગતિ યોજનામાં રોકાણકારોને ( Investment ) ઘણા મોટા લાભો મળે છે. એક તરફ, દરરોજ 200 રૂપિયાની બચત કરીને 28 લાખ રૂપિયાનું ફંડ એકઠું કરી શકાય છે, તો બીજી તરફ, આ પ્લાન માં રોકાણ કરનારાઓને ઇન્શ્યોરન્સ કવર ( Insurance cover ) પણ મળે છે. LICની આ યોજનામાં રોકાણ કરવા માટેની લઘુત્તમ વય મર્યાદા 12 વર્ષ નક્કી કરવામાં આવી છે, જ્યારે મહત્તમ 45 વર્ષ છે.
આ સમાચાર પણ વાંચો : Malad Mith Chowky : મુંબઈના મલાડ વિસ્તારમાં માર્વે રોડ પર મીઠ ચોકી ખાતે એલ શેપ ફ્લાયઓવર બની રહ્યો છે. જે માર્વે રોડ, તેમજ અંધેરી તરફ જવા માટે આસાન વિકલ્પ બનશે.
LIC Jeevan Pragati Plan: 28 લાખનું ફંડ કેવી રીતે એકઠું થાય છે?
આ પોલિસી હેઠળ જમા કરાયેલા ભંડોળની ગણતરી મુજબ, જો કોઈ પોલિસી ધારક આ પોલિસીમાં દરરોજ 200 રૂપિયાનું રોકાણ કરે છે, તો તે એક મહિનામાં 6000 રૂપિયાનું રોકાણ કરે છે. આવી સ્થિતિમાં, એક વર્ષમાં 72,000 રૂપિયા જમા થશે. હવે આ સ્કીમમાં 20 વર્ષ માટે જમા કરીને તમે કુલ 14,40,000 રૂપિયાનું રોકાણ કરશો. જો તમામ લાભો ઉમેરવામાં આવે તો આ રકમ 28 લાખ રૂપિયા થઈ જશે