Site icon

Tulam-Vastram-Vedam: ડિઝાઈન કલેક્શન શો “તૂલ-વસ્ત્ર-વેદં – કપાસની અદ્વિતીય નિપુણતા. ”

Tulam-Vastram-Vedam: ઈતિહાસ, આધ્યાત્મિકતા અને ઊચ્ચ ફેશન (હૉત કુતૂર)ના ભવ્ય સંગમમાં નિફ્ટ ગાંધીનગરે ઈન્ટરનેશનલ કોટન એડવાઈઝરી કમિટી (ICAC)ની 81મી પૂર્ણ બેઠકના ભાગ રૂપે તુલ-વસ્ત્ર-વેદં ડિઝાઈન પ્રદર્શન રજૂ કર્યું.

design collection show titled 'Tulam-Vastram-Vedam' in collaboration with the Union textile ministry

design collection show titled 'Tulam-Vastram-Vedam' in collaboration with the Union textile ministry

News Continuous Bureau | Mumbai

Tulam-Vastram-Vedam: ઈતિહાસ, આધ્યાત્મિકતા અને ઊચ્ચ ફેશન (હૉત કુતૂર) ના ભવ્ય સંગમમાં નિફ્ટ ગાંધીનગરે ( NIFT Gandhinagar ) ઈન્ટરનેશનલ કોટન એડવાઈઝરી કમિટી ( ICAC ) ની 81મી પૂર્ણ બેઠકના ભાગ રૂપે તુલ-વસ્ત્ર-વેદં ડિઝાઈન પ્રદર્શન ( Design Show )  રજૂ કર્યું. આ ઇવેન્ટ ટેક્સટાઇલ કમિશનરની ઓફિસ, ટેક્સટાઇલ મંત્રાલય ( Ministry of Textiles ) અને NIFT ગાંધીનગર વચ્ચે બીએસએલ એસોસિએશનની ભાગીદારીમાં એક સહયોગી પ્રયાસ હતો. . ડૉ. સમીર સૂદે, ડિરેક્ટર, NIFT ગાંધીનગરના જણાવ્યા મુજબ, સહભાગી બ્રાન્ડ્સ-હાઉસ ઓફ પટૌડી ( House of Pataudi ), પ્રકૃતિ( Prakriti ), ટ્રિબર્ગ ( Triburg ), COEK, અને તાવી ( Taavi ) -એ ભારતના શ્રેષ્ઠ કપાસ અંગે તેમના નવીન દ્રષ્ટિકોણને રજૂ કર્યા.

Join Our WhatsApp Community

કોન્સેપ્ટ પરિચય:

સાંજની શરૂઆત ભારતના ટેક્સટાઈલ કમિશનર શ્રીમતી રૂપ રાશિ અને બીએસએલ એસોસિએશનના સ્થાપક અને રાષ્ટ્રીય મહાસચિવ શ્રી રમણ દત્તા સહિતના આદરણીય મહેમાનોના ઉષ્માભર્યા સ્વાગત સાથે થઈ. હોસ્ટએ તુલ-વસ્ત્ર-વેદં દ્વારા ફેબ્રિક, ઈતિહાસ અને આધ્યાત્મિક તત્ત્વના અન્વેષણ માટે સ્ટેજ સેટ કર્યું અને પ્રેક્ષકોને એક ઉત્કૃષ્ટ પ્રવાસના સાક્ષી બનવા આમંત્રણ આપ્યું .

પ્રો. ડૉ. સમીર સૂદે, ડાયરેક્ટર, NIFT ગાંધીનગર પર પ્રકાશ પાડ્યો કે આ શોકેસમાં, કપાસ માત્ર ફેબ્રિક બનીને રહી જાય છે; તે એક નિપુણ વારસા તરીકે ઉભરી આવે છે, જેમાં પ્રાચીન જ્ઞાન અને ટકાઉ શ્રેષ્ઠતા જટિલ રીતે વણાયેલ છે. શોમાં 5 સિક્વન્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે વેદમાંથી 5 વિભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે, બ્રહ્મ, એટલે કે અસ્તિત્વનો સાર, આત્મન, જે સ્વનો સાર છે, સંસાર, જે જીવનના બાહ્ય ચક્ર છે, કર્મ યોગ, જે વ્યક્તિની ક્રિયાઓમાં પૂર્ણતા દર્શાવે છે , અને મોક્ષ, જે જીવનના બાહ્ય ચક્રમાંથી મુક્તિ છે.

કસ્તુરી કોટન :

પ્રો. ડૉ. સમીર સૂદે ‘કસ્તુરી કોટન’ વિશે સમજાવ્યું જે ભારત સરકાર, ટેક્સટાઈલ ટ્રેડ બોડીઝ અને ઈન્ડસ્ટ્રીની પહેલ છે જેનો ઉદ્દેશ્ય ભારતીય કપાસની એક અલગ ઓળખ ઊભી કરવાનો છે. બ્રાન્ડનો ઉદ્દેશ્ય બેન્ચમાર્ક સ્પેસિફિકેશન્સ મુજબ ભારતમાં ઉગાડવામાં આવતા કપાસ માટે પ્રીમિયમ મૂલ્ય બનાવવાનો છે. આ પહેલ બ્લોકચેન ટેક્નોલૉજી અને ટ્રેસિબિલિટી અને વ્યવહારોની પારદર્શિતાનો ઉપયોગ વિશ્વસનીયતા વધારવા અને સ્થાનિક કપાસના ઉત્પાદનમાં ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે કરે છે, જે ભારતીય કપાસને પ્રોત્સાહન આપવા માટે ટેક્નોલોજી અને કૃષિની દુનિયાને જોડે છે.

આ સમાચાર પણ વાંચો :  Surya Namaskar Maha Abhiyan: રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવા નવતર અભિગમ : સૂર્ય નમસ્કાર મહા અભિયાન

ઇતિહાસનું કલાત્મક નિરૂપણ:

“સાયલેન્ટ થ્રેડ્સઃ ધ જર્ની ઓફ ઈન્ડસ વેલી એઝ પાયોનિયર્સ ઓફ કોટન” શીર્ષકવાળી સ્કીટ ભારતમાં કપાસના ઐતિહાસિક મહત્વને સર્જનાત્મક રીતે દર્શાવે છે.આ સાયલેન્ટ કથાઓ કપાસની ખેતી અને પ્રસારમાં સિંધુ ખીણની સંસ્કૃતિની અગ્રણી ભૂમિકાને ઉજાગર કરી હતી, જે યુગોથી પડઘાતી હતી.

શોકેસ સિક્વન્સ:

પ્રો. ડૉ. સમીર સૂદે માહિતી આપી હતી કે શોકેસમાં પાંચ સિક્વન્સનો સમાવેશ થાય છે, દરેક વેદના ખ્યાલને રજૂ કરે છે:

સાંસ્કૃતિક ઉત્કૃષ્ટતા – ગરબા:

સાંજનું સમાપન ગુજરાતની સાંસ્કૃતિક ઘટના, ગરબાના વાઇબ્રન્ટ પ્રદર્શન સાથે થયું હતું, જે ઇવેન્ટમાં પરંપરા અને ઉત્સવનો સ્પર્શ ઉમેરે છે. યુનેસ્કો દ્વારા સૂચિબદ્ધ લોકનૃત્ય એ ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક ટેપેસ્ટ્રીને યોગ્ય અંજલિ હતી, જે પ્રજનનક્ષમતા, માતૃત્વ અને જીવનની ચક્રીય પ્રકૃતિની ઉજવણી કરે છે – પ્રો. ડૉ. સમીર સૂદે માહિતી આપી હતી.

અંતમાં, તુલ-વસ્ત્ર-વેદં શોકેસ એક માર્મિક રીમાઇન્ડર તરીકે સેવા આપે છે કે ફેશન માત્ર કપડાં સુધી રહે છે જ્યારે કે તે એક કથા છે જે ઇતિહાસ, આધ્યાત્મિકતા અને કાલાતીત લાવણ્યને સ્વીકારે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો :  GPAI Summit: પ્રધાનમંત્રીએ આગામી GPAI સમિટ પર લિંક્ડઇન પોસ્ટ લખી.

 

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version