ધર્મજ ક્રોપ ગાર્ડનો આઈપીઓ આજે ખૂલ્યો છે. શું તમારે સબ્સ્ક્રાઇબ કરવું જોઈએ? જાણો તમામ વિગત અહીં

Dharmaj Crop Guard IPO : ધર્મજ ક્રોપ ગાર્ડનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) જાહેર સબ્સ્ક્રિપ્શન માટે સોમવાર, નવેમ્બર 28, 2022ના રોજ ખુલશે અને ત્રણ દિવસનો ઇશ્યૂ બુધવારે, 30 નવેમ્બરના રોજ સમાપ્ત થશે. આ આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ ₹216 - 237 ની રેન્જમાં નક્કી કરવામાં આવી છે. પ્રારંભિક શેર વેચાણ માટે પ્રતિ શેર 237 રૂપિયા છે.

by Akash Rajbhar

 News Continuous Bureau | Mumbai

ધર્મજ ક્રોપ ગાર્ડ આઈપીઓમાં ₹216 કરોડ સુધીના ઈક્વિટી શેરના તાજા ઈશ્યુ અને હાલના શેરધારકો દ્વારા 14.83 લાખ ઈક્વિટી શેરની ઓફર-ફોર-સેલ (OFS)નો સમાવેશ થાય છે. પ્રાઇસ બેન્ડ પ્રમાણે જો લોકોએ પ્રતિસાદ આપ્યો હતો, અમદાવાદ સ્થિત એવી આ કંપની ₹251 કરોડ રુપીયા મેળવશે.

બજાર નિરીક્ષકોના જણાવ્યા મુજબ, આજે ગ્રે માર્કેટમાં ધર્મજ ક્રોપ ગાર્ડના શેર ₹65ના પ્રીમિયમ (GMP) પર ઉપલબ્ધ છે. કંપનીના શેર ગુરુવાર, 8 ડિસેમ્બર, 2022 ના રોજ સ્ટોક એક્સચેન્જો BSE અને NSE પર લીસ્ટ થવાની અપેક્ષા છે.

કંપની નો વ્યવસાય શું છે ?

આ કંપની પાસે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહકો સાથે વિવિધ ઉત્પાદનોનો સમૂહ છે. ધર્મજ ક્રોપ ગાર્ડ એ એગ્રોકેમિકલ કંપની છે જે એગ્રોકેમિકલ ફોર્મ્યુલેશનની વિશાળ શ્રેણીના ઉત્પાદન, વિતરણ અને માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલી છે.

કંપનીનો ઉદ્દેશ્ય તાજા ઈશ્યુમાંથી મળેલી રકમનો ઉપયોગ ભરૂચ ખાતે ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે મૂડી ખર્ચના ભંડોળ માટે કરવાનો તેમજ અન્ય ખર્ચ કરવા માટે છે.

હવે જોવાનું એ રહે છે કે લોકો આ આઇપીઓ ને કેવો પ્રતિસાદ આપે છે.

Notes – કોઈપણ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તે વ્યક્તિગત ચોઈસ પર આધારિત છે, અમે સલાહ આપીએ છીએ કે નિષ્ણાંતો અને પોતાના પરિચિતો સાથે વાતચીત ચર્ચા કર્યા પછી યોગ્ય પગલું લેવું.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment