Bharat Diamond Bourse : મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં કેબીનના ભાડાં મુદ્દે સર્જાયો મતભેદ, ઓફિસ ધારકોની માંગ ફગાવી દેતા કર્યું વિરોધ પ્રદર્શન

Bharat Diamond Bourse : ભારત પોલિશ્ડ હીરાનો વિશ્વનો સૌથી મોટો નિકાસકાર છે, જે વિશ્વના લગભગ 90 ટકા રફ હીરાને પ્રોસેસ કરે છે અને વૈશ્વિક હીરાની નિકાસમાં 33 ટકાનો હિસ્સો ધરાવે છે. પરંતુ હાલ હીરા વેપારની માઠી દશા બેઠી છે. રશિયા-યુક્રેન અને ઇઝરાયલ હમાસ યુદ્ધને કારણે હીરાની માગમાં ઘટાડો થયો છે. માંગ ઘટવાથી હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે.

Bharat Diamond Bourse Small Traders Protest Hike In Cabin Fares In India Diamond Burse

News Continuous Bureau | Mumbai

Bharat Diamond Bourse : દેશ અને દુનિયામાં હાલમાં છેલ્લા કેટલાક મહિનાથી હીરાબજારમાં મહામંદી છે. દરમિયાન મુંબઈના બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં સ્થિત ભારત ડાયમંડ બુર્સ સંકુલમાં ભાડાંની કેબિનના ધારક હીરાના નાના વેપારીઓ અને બીડીબી કમિટી વચ્ચે ભાડાંના મામલે મતભેદ સર્જાયો છે.

Join Our WhatsApp Community

Bharat Diamond Bourse : ઓફીસ ધારકોએ વિરોધ પ્રદર્શન કર્યું

વાસ્તવમાં ઓફીસ ધારકોએ ઓફીસના ભાડા ઘટાડવા, પ્રોપર્ટી ટેક્સ અને ઓકશન સિસ્ટમ દૂર કરવાની માંગ કરતો બીડીબીના સંચાલકોને પત્ર લખ્યો હતો. જોકે બીડીબીના સંચાલકોએ સભ્યોની ઉપરોક્ત માંગણીને ફગાવી દઈ ઈન્કાર કરી દીધી હતી. ઓફીસ ધારકોએ બીડીબી સંકુલમાં મંગળવારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે  ભાડુતોએ ‘ભાડું ઓછું કરો, ભાડું ઘટાડો, અમારી માંગણીઓ પૂર્ણ કરો’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. 

Bharat Diamond Bourse : હીરા નો વ્યાપાર ભારે મંદીમાં..

હીરા બજારના નિષ્ણાત હાર્દિક હુંડિયાએ જણાવ્યું હતું કે એક તરફ હીરા બજારમાં ભારે મંદી છે તો બીજી તરફ હીરાના વેપારીઓએ શેર બજારમાં મોટાપાયે રોકાણ કરીને અઢળક રૂપિયાની કમાણી કરી છે. આમાં અદાણી મુખ્ય છે. ગૌતમ ભાઈ અદાણી પણ એક સમયે હીરા બજારમાં હીરા નો ધંધો કરવા આવ્યા હતા, અદાણી ને કારણે હીરા બજાર માં લોકો એ ખૂબ કમાણી કરી છે. અત્યારે હીરા નો વ્યાપાર ભારે મંદી માં છે. સીવીડી હીરાની હાલત તો ખૂબ જ ખરાબ છે, એક બેંક કર્મચારીએ ત્રણ વર્ષ પહેલા સીવીડી હીરાને 70 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો, તેણે વિચાર્યું હતું કે હવે તેને 1.5 લાખ રૂપિયા મળશે. પણ એ હીરાની કિંમત આજે 7000 રૂપિયા ગણાય.  

આ સમાચાર પણ વાંચો: મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારનો મક્કમ નિર્ધાર! આ મત્સ્ય ઉતરણ કેન્દ્રોને રૂ. ૫૪.૫૦ કરોડના ખર્ચે કરાશે અપગ્રેડ..

Bharat Diamond Bourse : રત્ન કલાકારો ભારે મુશ્કેલીમાં.. 

એક કંપનીએ કારીગરોને 10 દિવસ માટે અચાનક રજા જાહેર કરી, એશિયન સ્ટાર કંપનીએ બોનસ નહીં આપવાનો નિર્ણય કર્યો અને પગારમાં પણ 15% ઘટાડો કર્યો, રત્ન કલાકારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જો   એશિયન સ્ટાર હીરા બજાર જેવી કંપનીઓ અચાનક આ નિર્ણય લે તો વિચારો કે અન્ય વ્યાપારીઓ ની શું સ્થિતિ હશે? એક તરફ ભાડાબૂ ના ભાડુતોનું કહેવું છે કે ફૂટ દીઠ રૂ.500નું ભાડું ઘટાડીને રૂ.300 કરવું જોઇએ. હાર્દિક હુંડિયાએ કહ્યું કે નિષ્ણાતોના મતે, 500 રૂપિયા પ્રતિ ફૂટ માટે 5 વર્ષનો લાંબો લિવ એન્ડ લાયસન્સ નો સમયગાળો છે, જો તમને કિંમત વધારે લાગે તો તમે તેને ખાલી કરી શકો છો. તમે નાનકડી ઓફિસ લઈ શકો છો, જો તમારે આ ન કરવું હોય તો તમે ભાડાબૂના સભ્ય હો તો તમે એસ જી ઝવેરી હોલમાં બેસીને એક પણ રૂપિયા નું ભાડું ચૂકવ્યા વગર બિઝનેસ કરી શકો છો. પરંતુ ભાડું શા માટે ઘટાડવું? આજે પણ લોકો રૂ.500 થી રૂ.700 સુધીના ભાડામાં ઓફિસ લેવા તૈયાર છે, તો વેપારી સંસ્થાને શા માટે નુકસાન વેઠવું પડે? બે વર્ષ પહેલા કેટલાક લોકોએ કહ્યું હતું કે ચાલો સુરત અને મુંબઈના હીરા બજારને તાળાબંધી કરવાની વાત કરતા તેઓ સુરત તો ગયા હતા પણ પાછા મુંબઈ આવ્યા. 

Bharat Diamond Bourse : કોરોનાગાળામાં પણ ચાલુ હતી હીરાની નિકાસ

સુરત ડાયમંડ બુર્સ નાં વરિષ્ઠ આશિષ દોશી એ  જણાવ્યું હતું કે સુરત ડાયમંડ બૂર્સ મા કુલ 4200 ઓફિસો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 18 જાન્યુઆરીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. અત્યાર સુધી માત્ર 250 ઓફિસ કાર્યરત છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હીરા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે જરૂરી તમામ સહયોગ આપ્યો હતો, કોરોનામાં પણ હીરાની નિકાસ ચાલુ હતી. ઓછા ભાડા ની માંગ કરતા વેપારીઓની ગેરવાજબી માંગણીઓ સામે ભાડાબુ ઝુકે તેવું જણાતું નથી. હાર્દિક હુંડિયાએ કહ્યું કે જો તમારે ધંધા માટે સુરત હીરા બજારમાં જવું હોય તો તમારે જવું જોઈએ પરંતુ કૂટ નીતિ ની કોઈ અસર થવાની નથી.

Bharat Diamond Bourse  Small Traders Protest Hike In Cabin Fares In India Diamond Burse

Bharat Diamond Bourse Small Traders Protest Hike In Cabin Fares In India Diamond Burse

 

 India International Jewellery Show : મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે GJEPCના ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શો પ્રીમિયર 2024નું આયોજન; મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને કર્યું ઉદ્ઘાટન 
Curbs on Gold Jewellery : સરકારે અમુક પ્રકારના સોનાના દાગીના પર લગાવ્યો પ્રતિબંધ, આ રીતે જોવા મળશે નિર્ણયની અસર..
Piyush Goyal: વૈશ્વિક હીરા વેપારમાં ભારતનું ભવિષ્ય ઉજ્જવળ – પિયુષ ગોયલ
Exit mobile version