Site icon News Continuous Bureau | Mumbai

Gujarat Fish Landing Center : મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારનો મક્કમ નિર્ધાર! આ મત્સ્ય ઉતરણ કેન્દ્રોને રૂ. ૫૪.૫૦ કરોડના ખર્ચે કરાશે અપગ્રેડ.

Gujarat Fish Landing Center : પોરબંદરના નવીબંદર તેમજ ગીર સોમનાથના ધામલેજ અને હિરાકોટ મત્સ્ય ઉતરણ કેન્દ્રોને રૂ. ૫૪.૫૦ કરોડથી વધુના ખર્ચે અપગ્રેડ કરાશે. મત્સ્ય ઉતરણ કેન્દ્રો અપગ્રેડ થવાથી પોરબંદર અને ગીર સોમનાથના ૩૫,૦૦૦થી વધુ માછીમારો તેમજ ૮,૦૦૦થી વધુ નાની-મોટી બોટોને સીધો લાભ થશે. મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપવા મત્સ્ય ઉતરણ કેન્દ્રોને અદ્યતન સુવિધાઓથી સુસજ્જ કરવાનો રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર: મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલ

Upgradation of Navibandar Porbandar & Dhamlej Hirakot fish landing centers in Gir Somnath at a cost of 54.50 crores

Upgradation of Navibandar Porbandar & Dhamlej Hirakot fish landing centers in Gir Somnath at a cost of 54.50 crores

News Continuous Bureau | Mumbai

Gujarat Fish Landing Center : ગુજરાત દેશનો સૌથી લાંબો આશરે ૧,૬૦૦ કિ.મી જેટલો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાતના દરિયાકાંઠે ૧૦૭ જેટલા નાના-મોટા મત્સ્ય બંદરો અને મત્સ્ય ઉતરણ કેન્દ્રો કાર્યરત છે. ગુજરાતના અનેક નાગરીકો માટે માછીમારી એ આજીવિકાનું મોધ્યમ પણ છે. પરિણામે ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં દેશમાં મોખરે છે. ગુજરાતમાં દરિયાઈ પ્રવૃત્તિઓ ફૂલીફાલી રહી હોવાથી મત્સ્ય બંદરો અને ઉતરણ કેન્દ્રો ખાતે અદ્યતન માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે, તેમ મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું,  

Join Our WhatsApp Channel

મંત્રી પટેલે કહ્યું હતું કે, રાજ્યના મત્સ્ય બંદરો અને ઉતરણ કેન્દ્રોને અદ્યતન માળખાકીય સુવિધાઓથી સુસજ્જ કરવાના નિર્ધારને પરિપૂર્ણ કરવા માટે પોરબંદર જિલ્લાના નવીબંદર ( Navibandar  ) તેમજ ગીર સોમનાથ જિલ્લાના ધામલેજ અને હિરાકોટ ( Hirakot ) મત્સ્ય ઉતરણ કેન્દ્રોને કુલ મળી રૂ. ૫૪.૫૦ કરોડથી વધુના ખર્ચે અપગ્રેડ કરવામાં આવશે. ગીર સોમનાથના ધામલેજ મત્સ્ય ઉતરણ કેન્દ્રને રૂ. ૨૬.૪૦ કરોડથી વધુ, હિરાકોટ મત્સ્ય ઉતરણ કેન્દ્રને રૂ. ૧૪.૬૦ કરોડથી વધુ તેમજ પોરબંદરના નવીબંદર મત્સ્ય ઉતરણ કેન્દ્રને રૂ. ૧૩.૪૮ કરોડથી વધુના ખર્ચે અપગ્રેડ કરાશે.

મત્સ્ય ઉતરણ કેન્દ્રોની ( Fish Landing Center ) અપગ્રેડેશન અને આધુનિકરણની કામગીરીથી પોરબંદર ( Porbandar  ) અને ગીર સોમનાથ જિલ્લાના આશરે ૩૫,૦૦૦થી વધુ માછીમારોને તેમજ ૮,૦૦૦થી વધુ નાની-મોટી બોટોને તેનો સીધો લાભ મળશે, તેમ મંત્રી એ ઉમેર્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  PM Modi NSG: એનએસજી સ્થાપના દિવસ અવસર પર PM મોદીએ જવાનોને પાઠવી શુભેચ્છા, તેમના હિંમત અને સંકલ્પની પ્રશંસા કરતા કહી ‘આ’ વાત..

અત્રે ઉલ્લેખનીય છે કે, અપગ્રેડેશન ( Gujarat Fish Landing Center ) કામગીરીમાં હાલ ૧૦૦ ટકા રાજ્ય પુરુસ્કૃત મત્સ્ય કેન્દ્રો ( Gujarat Fisheries ) ખાતે માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની યોજના હેઠળ આ ત્રણેય મત્સ્ય ઉતરણ કેન્દ્રો ખાતે પ્રોટેક્શન બંડ, સ્લોપીંગ હાર્ટ, ઇન્ટરનલ રોડ નેટવર્ક, ઓક્શન હોલ, નેટ મેન્ડીગ શેડ, શોર પ્રોટેક્શન, બોટ રીપેરીંગ શોપ, દરિયાઈ સિક્યુરિટીને લગત સુવિધાઓ, પાણીની સુવિધાનું નેટવર્ક, લાઈટીંગ સુવિધાઓ, ફાયર ફાઈટીંગને લગત સુવિ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Social Media Crime Maharashtra। સોશિયલ મીડિયાની મૈત્રી ભારે પડી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી સરકારી અધિકારીએ આચર્યું દુષ્કર્મ, પ્રાઈવેટ ચેટ્સ વાયરલ કરવાની આપી ધમકી
Maharashtra Weather Today। આભમાંથી વરસી શકે છે અગનગોળા અને કરા મહારાષ્ટ્રના હવામાનમાં મોટો પલટો, આગામી ૨૪ કલાક રાજ્ય માટે ભારે
Mumbai Pune Expressway। મહારાષ્ટ્ર દિવસની મોટી ભેટ! ૧ મેથી મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ ખુલ્લી મુકાશે, જાણો કયા વાહનોને મળશે પ્રવેશ
Nagpur RSS Threat। નાગપુરમાં RSS મુખ્યાલયને રેડિયેશનની ધમકી ATS અને NDRF ની તપાસમાં ખળભળાટ, ‘સીઝિયમ137’ ફેલાવવાનો પત્રમાં દાવો
Exit mobile version