સુરતના હીરા ઉદ્યોગને લાગ્યું ગ્રહણ.. બેલ્જિયમમા લાગુ થયું ફરી લોકડાઉન..  જાણો રફ હીરા શું ભાવે વેંચાઈ રહયાં છે..

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
04 નવેમ્બર 2020

સામી દિવાળી અને લગ્નની સિઝન હોવાથી દેશના હીરા  વેપારીઓ ખુશ હતા. પરંતુ બેલ્જિયમમાં કોરોનાનો બીજો તબકકો શરૂ થતાં આગામી 13 મી ડિસેમ્બર સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ભારતમાં સુરતને હીરાનું હબ ગણવામાં આવે છે. પરિણામે સુરતના હીરા ઉદ્યોગમાં ચિંતા પ્રસરી છે. હાલ સુરત શહેરમાં 50 ટકાથી વધુ રફ ડાયમંડ બેલ્જિયમથી આવે છે, ત્યારે નાના હીરા ઉદ્યોગકારોને રફ ડાયમંડનો સ્ટોક મેળવવામાં તકલીફ ઉભી થતા ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.

વિશ્વના ઘણાં દેશો અને શહેરોમાં કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થતાં લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. જેમાંનુ એક બેલ્જિયમમાં પણ છે. એક અંદાજ પ્રમાણે લોકડાઉનના કારણે ભારતમાં થતાં વેકેશન દરમિયાન જે હીરા ઉદ્યોગકારો રફ ડાયમંડ લેવા માટે ત્યાં જતાં હતા. તે હવે જઈ શકશે નહીં. જેના કારણે નાના હીરા ઉદ્યોગકારોને ક્રિસમસ સિઝન માટે રફ ડાયમંડનો મળતો સ્ટોક અટકે એની ચિંતા સતાવી રહી છે.

પ્રથમ લોકડાઉન સર્જાવવાના કારણે સુરતમાં આવતાં રફ ડાયમંડ અને એક્સપોર્ટ થતાં પોલિશ્ડ હીરાના સ્ટોકને મોટી અસર થઈ હતી. રફ 10 થી 15 ટકાના પ્રિમિયમે પણ વેચાણ થયાનું નોંધાયું છે. જોકે, બીજા લોકડાઉનમાં બેલ્જિયમ ગર્વમેન્ટ દ્વારા ડાયમંડ વેપાર માટે છુટ આપવામાં આવી છે.. પરંતુ વત્તા-ઓછા પ્રમાણમાં સ્ટોકને અસર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે ..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More