293
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
સરકારી તેલ કંપનીઓએ આજે સતત બીજા દિવસે ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.
આજે ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 89.32 રૂપિયા પ્રતિ લીટર થયું છે તો મુંબઈમાં પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.94 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ડીઝલના ભાવમાં 4 દિવસમાં 70 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.
You Might Be Interested In