ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
29 ડિસેમ્બર 2020
લોકપ્રિય કાર ડિઝાઇનર દિલીપ છાબરીયાને પોતાના ગ્રાહક સાથે છેતરપિંડી કરવાના કેસમાં મુંબઇ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. કાર મોડિફિકેશન સ્ટુડિયો 'ડીસી' ના માલિક, છાબરીયા સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 420 (છેતરપિંડી), 465, 467, 468, 471, 120 (બી) અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ ધરપકડ ની પુષ્ટિ જોઇન્ટ પોલીસ કમિશનર (ગુના) મિલિંદ ભારંબેએ કરી હતી. જોકે પોલીસે ઉમેર્યું હતું કે છબરીયાની ડીસી ડિઝાઇન્સ ફર્મ દ્વારા સુધારેલી કારને આઈપીસી કલમો હેઠળ છેતરપિંડી, બનાવટી અને ગુનાહિત કાવતરાના ગુના હેઠળ નોંધાયેલા કેસમાં પણ કબજે કરવામાં આવી છે.
કોર્ટે દિલીપ છાબરીયાને 2 જાન્યુઆરી, 2021 સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ગુજરાતી એવા છાબરીયા એક ભારતીય કાર ડિઝાઇનર અને ડીસી ડિઝાઇનના સ્થાપક છે. તેમણે ડીસી બ્રાન્ડ હેઠળ કાર નિર્માણ કરી હતી, જે ભારતની પહેલી સ્પોર્ટ્સ કાર માનવામાં આવે છે.