News Continuous Bureau | Mumbai
Direct Tax Collection: આવતા મહિને વચગાળાનું બજેટ ( Interim Budget ) રજૂ કરે તે પહેલા સરકાર ( Modi Govt ) ને સારા સમાચાર મળ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં સરકારે ટેક્સમાંથી ઘણી કમાણી કરી છે. તાજેતરના ડેટા અનુસાર, ચાલુ વિત્ત વર્ષમાં અત્યાર સુધીમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 19.41 ટકા વધીને રૂ. 14.70 લાખ કરોડ થયું છે. આ સમગ્ર નાણાકીય વર્ષ માટેના લક્ષ્યાંકના 81 ટકા છે. આવકવેરા વિભાગે આ માહિતી આપી છે. મોદી સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાંથી રૂ. 18.23 લાખ કરોડ મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જે પાછલા નાણાકીય વર્ષ 2022-23ના 16.61 લાખ કરોડ રૂપિયા કરતાં 9.75 ટકા વધુ છે. ડાયરેક્ટ ટેક્સમાં પર્સનલ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સનો પણ સમાવેશ થાય છે.
નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 14.70 લાખ કરોડ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ નિવેદનમાં જણાવ્યું છે કે રિફંડ પછી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 14.70 લાખ કરોડ હતું. જે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન એકત્ર કરાયેલા પ્રત્યક્ષ કર સંગ્રહ કરતાં 19.41 ટકા વધુ છે. આ નાણાંકીય વર્ષ 2023-24ના બજેટમાં નિર્ધારિત પ્રત્યક્ષ કર અંદાજના 80.61 ટકા છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, 1 એપ્રિલ, 2023 થી 10 જાન્યુઆરી, 2024 સુધીમાં કરદાતાઓને 2.48 લાખ કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. 10 જાન્યુઆરી, 2024 સુધી કુલ ધોરણે પ્રત્યક્ષ કર વસૂલાતમાં સતત વધારો થયો છે.
આ સમાચાર પણ વાંચો : Mehbooba Mufti Accident: પીડીપીના વડા મહેબુબા મુફ્તી રોડ અકસ્માતનો ભોગ બન્યા, દુઘર્ટનામાં માંડ માંડ બચ્યો જીવ..
ગ્રોસ ટેક્સ કલેક્શન રૂ. 17.18 લાખ કરોડ રહ્યું
દરમિયાન ગ્રોસ ટેક્સ કલેક્શન રૂ. 17.18 લાખ કરોડ રહ્યું છે. જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળા કરતા 16.77 ટકા વધુ છે. ગ્રોસ કંપની ઇન્કમ ટેક્સ (CIT) અને વ્યક્તિગત આવકવેરામાં વૃદ્ધિ અનુક્રમે 8.32 ટકા અને 26.11 ટકા રહી છે. ‘રિફંડ’ પછી, કંપની આવકવેરામાં ચોખ્ખો વધારો 12.37 ટકા અને વ્યક્તિગત આવકવેરામાં 27.26 ટકા છે.