News Continuous Bureau | Mumbai
દિવાળીના તહેવારની શરુઆત થઇ ગઇ છે. ભારતમાં દિવાળીના અવસર પર પ્રિયજનોને ભેટ આપવાનો રિવાજ છે. જો તમે પણ આ ખાસ પ્રસંગે તમારા પરિવારના સભ્યોને કે પછી બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડને ગિફ્ટ(Gift) આપવા માંગો છો, અને ગિફ્ટમાં સ્માર્ટફોન(smartphone) આપવાનું વિચારી રહ્યા છો તો લાભ લો આ ડિસ્કાઉન્ટ ઓફરનો…
બેસ્ટ દિવાળી શૉપિંગ લિસ્ટ….
Apple iPhone 15:
Appleએ સપ્ટેમ્બરમાં iPhone 15 સીરીઝ લૉન્ચ કરી છે. તમે તમારા ખાસ લોકોને iPhone 15 ગિફ્ટ કરી શકો છો. તેની કિંમત 1 લાખ રૂપિયાથી ઓછી છે અને એન્ડ્રોઇડની જેમ તેમાં યુએસબી ટાઇપ સી ચાર્જર, 48 એમપી પ્રાઇમરી કેમેરા અને A16 ચિપ છે. 128GB સ્ટોરેજવાળા iPhone 15ના બેઝ વેરિઅન્ટની કિંમત 79,900 રૂપિયા છે. બેંક ઑફર્સ સહિત, તમે તેને લગભગ 75,000 રૂપિયામાં મેળવી શકો છો.
iPhone 14 Plus:
આ સ્માર્ટફોન જે મોટી ડિસ્પ્લે અને પાવરફુલ બેટરી સાથે આવે છે, તે ફ્લિપકાર્ટ પર 63,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. SBI ક્રેડિટ કાર્ડ પર સ્માર્ટફોન પર 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ(discount) આપવામાં આવી રહ્યું છે. આમાં તમને A15 ચિપ અને 12+12MPના બે કેમેરા મળશે.
Oneplus ઓપનઃ
જો તમે લેટેસ્ટ ફૉલ્ડેબલ ફોન ગિફ્ટ કરવા માંગો છો, તો OnePlus નો નવો ફોન પણ એક સારો ઓપ્શન છે. તેમાં ત્રિપલ કેમેરા સેટઅપ છે જે અદભૂત ફોટા કેપ્ચર કરે છે. તેની કિંમત 1,39,999 રૂપિયાથી શરૂ થાય છે.
Samsung Galaxy Z Flip 5:
આ સ્માર્ટફોન 99,999માં ઉપલબ્ધ છે, જેમાં કૉમ્પેક્ટ ફૉલ્ડેબલ ડિઝાઇન, વિશાળ કવર ડિસ્પ્લે, ફ્લેગશિપ Snapdragon 8 Gen 2 SoC અને IPX8 વૉટર રેઝિસ્ટન્સ રેટિંગ છે.
Pixel 8:
તમે Google ની લેટેસ્ટ Pixel કેટેગરી પણ ભેટમાં આપી શકો છો. Pixel 8 Pro માં તમને iPhone કરતાં વધુ સારી કેમેરા ગુણવત્તા મળે છે. ભારતમાં Pixel 8 ની કિંમત 75,999 રૂપિયાથી શરૂ થાય છે.
આ ઉપરાંત તમે તમારા પ્રિયજનોને Nothing Phone 2, iQOO 11, Xiaomi 13 Pro સહિત અન્ય ફોન પણ ગિફ્ટ કરી શકો છો. હાલમાં તહેવાર અને દિવાળી સેલ(Diwali Sale) તમામ ઈ-કૉમર્સ વેબસાઇટ્સ પર લાઇવ છે જેમાં સ્માર્ટફોન પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.