ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
11 નવેમ્બર 2020
લક્ઝરી ઘરોના સેગમેન્ટમાં લાંબા સમય સુધી મંદી રહ્યા બાદ આ દિવાળીએ નવા તૈયાર ઘરો ખરીદવા માટે ગ્રાહકો ઉત્સાહિત છે. રેડી પઝેશન, ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટસ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં સ્ટેમ્પ ડયૂટીમાં રાહત અપાયાના કારણે રિયલ એસ્ટેટમાં નવા પ્રાણ ફૂંકાયા છે.
@ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં તમામ મોટાં શહેરોમાં પાછલા ત્રિમાસિક ગાળાની તુલનાએ નવા ઘરોના વેચાણમાં નોંધપાત્ર સુધારો થયો છે. કોલકાતા અને અમદાવાદમાં નવા ઘરોનું વેચાણ સૌથી વધુ થયું છે. તે પછી મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તાર અને બેંગલુરુનો ક્રમ આવે છે.
@ ઈલેક્ટ્રોનિક્સમાં વેચાણ વધ્યું
દિવાળીના તહેવારોને અનુલક્ષીને વિશેષરૂપે નાના શહેરોમાં ઘરમાં વપરાતાં ઈલેકટ્રોનિક ઉપકરણોની ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઓક્ટોબરમાં તેમનું વેચાણ 30 ટકા વધ્યું હતું. નવા અને મોટી સ્ક્રીન ધરાવતા ટીવીના વેચાણમાં તીવ્ર ઉછાળો આવ્યો છે.
@ ઑટો અને ગાર્મેન્ટમાં સાવધ ખરીદી..
ઓક્ટોબર મહિનામાં કંપનીઓ દ્વારા ઓટોમોબાઈલના હોલસેલના આંકડા સારા આવ્યા છે. અનેક કાર ડીલર્સ મોડેલ મુજબ રૂા. 40 હજારથી રૂા. 75,000નું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે.
બીજી તરફ ગાર્મેન્ટ ક્ષેત્રમાં જૂના માલનો પ્રચંડ સ્ટોક અને લગ્નમાં મર્યાદિત હાજરીને કારણે નવાં વસ્ત્રોની ખરીદીને બ્રેક લાગી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
