262
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
વિદેશી હવાઈ મુસાફરીમાં તોતીંગ ભાડા વચ્ચે આજથી ભારતમાં આંતરિક વિમાની પ્રવાસ પણ મોંઘો થયો છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ન્યૂનતમ અને મહત્તમ એમ બન્ને ભાડામાં 12.5 ટકાનો વધારો જાહેર કર્યો છે.
વિમાની કંપનીઓને વધુ 7.5 ટકા ફલાઈટ ઉડાડવાની છુટ્ટ આપવા સાથે ભાવ વધારો પણ મંજુર કરવામાં આવ્યો છે.
આ સંજોગોમાં દિલ્હી-મુંબઈનું ન્યુનતમ ભાડુ હવે 4720 થી વધીને 5287 તથા મહતમ ભાડુ 13000 થી વધીને 14625 થશે.
વિમાની ઈંધણ મોંઘુ થવાની અસરે હવાઈ ભાડામાં ચાલુ વર્ષનો આ ચોથો વધારો છે.
ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમિયાન વિમાનોની સંખ્યા તથા ભાડા પર સરકારી નિયંત્રણો લાગુ કરાયા હતા.
ભારતમાં કોરોનાની બીજી લહેર હળવી થવાની સાથે જ સરકારે વિમાની કંપનીઓને 65 ટકા ક્ષમતાએ વિમાનો ઉડાડવાની છૂટ આપી હતી.
You Might Be Interested In