સામાન્ય લોકોને વધુ એક ઝટકો, રાંધણ ગેસ સિલિન્ડરનાં ભાવમાં ઝીંકાયો આટલા રૂપિયાનો વધારો; જાણો હવે કેટલામાં પડશે સિલિન્ડર?

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઓક્ટોબર,  2021 

બુધવાર.

મોંઘવારીની મારનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને વધુ એક ઝટકો લાગ્યો છે. 

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી વગરનાં LPG સિલિન્ડરનાં ભાવમાં ફરી એકવાર 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 

આ વધારાની સાથે દિલ્હીમાં સબસિડી વગરનાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત રૂ. 899.50 થઈ ગઈ છે.

મુંબઈમાં સબસિડી વગરનાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયા થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ 1 ઓક્ટોબરનાં રોજ માત્ર 19 કિલો કોમર્શિયલ સિલિન્ડરનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More