News Continuous Bureau | Mumbai
સ્માર્ટફોનના વધતા ઉપયોગ અને આકર્ષક ડિસ્કાઉન્ટની સાથે ભારત(India)માં ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ(food delivery) ઝડપથી લોકપ્રિય થઈ ગઈ છે. ઝોમેટો(Zomato) અને સ્વિગી(Swiggy)નું કમિશન ડોમિનોઝ(Dominos pizza) અને અન્ય રેસ્ટોરન્ટ માટે ચિંતાનો વિષય બન્યું છે. બંને કંપનીઓ સામે તેમના રેસ્ટોરન્ટ પાર્ટનર્સે અયોગ્ય વેપાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ડોમિનોઝ પિઝા ઇન્ડિયા ફ્રેન્ચાઈઝી(Dominos pizza India franchise) તેમની બિઝનેસને ફૂડ ડિલિવરી એપ (food delivery app) ઝોમેટો અને સ્વિગીથી હટાવી શકે છે. આવનારા સમયમાં થઈ શકે છે કે તમે ઝોમેટો અને સ્વિગી પરથી ડોમિનોઝના પિઝા ઓર્ડર નહીં કરી શકો.
બંને ફૂડ ડિલિવરી એપ પર વધતા કમિશનના કારણથી ડોમિનોઝ પિઝા ઇન્ડિયા પરેશાન છે. મીડિયા રિપોર્ટ અનુસાર, જાે ઝોમેટો અને સ્વિગીએ હવે તેમના કમિશનમાં વધારો કર્યો, તો ડોમિનોઝ પિઝા ઇન્ડિયા આ બંને એપ પરથી તેમના પ્રોડક્ટને દૂર કરશે. આ ખુલાસો જ્યુબિલન્ટ ફૂડવર્કસ JUBI.NS દ્વારા કરવામાં આવ્યો હતો. જે ભારતમાં ડોમિનોઝ અને ડંકિન ડોનટ્સની ચેન ઓપરેટ કરે છે.
આ સમાચાર પણ વાંચો : ભારતીય રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી- બેંકે ચાર સહકારી બેંકો પર ઉપાડ સહિતના પ્રતિબંધો લાદ્યા- ફટાફટ તપાસો તમારું એકાઉન્ટ આ બેન્કમાં તો નથીને
જ્યુબિલન્ટ ભારત(India)ની સૌથી મોટી ફૂડ સર્વિસ કંપની છે. તેના ૧,૬૦૦ થી વધારે બ્રાન્ડેડ રેસ્ટોરન્ટ આઉટલેટ છે. તેમાં ૧,૫૬૭ ડોમિનોઝ અને ૨૮ ડંકિન આઉટલેટ સામેલ છે. CCI એ એપ્રિલમાં Zomato અને Swiggy ના તપાસના આદેશ આપ્યા હતા. બંને પ્લેટફોર્મ્સ સામે કથિત અયોગ્ય વેપાર વ્યવહાર કરવાને લઇને ફરિયાદ સામે આવી હતી. બંને કંપનીઓ સામે તેમના રેસ્ટોરન્ટ પાર્ટનર્સે અયોગ્ય વેપાર કરવાનો આરોપ લગાવ્યો હતો.
જ્યુબિલન્ટે આ મહિને જણાવ્યું હતું કે ભારતમાં તેના કુલ વેપારનો ૨૬-૨૭ ટકા ભાગ ઓનલાઇન પ્લેટફોર્મથી આવ્યો છે. તેમાં તેમની મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટ પણ સામેલ છે. કંપનીએ તેમના ૧૯ જુલાઈના પત્રમાં ઝ્રઝ્રૈં ને સંબોધિત કરતા કહ્યું કે કમિશન દરોમાં વૃદ્ધિ મામલે જ્યુબિલન્ટ તેમના મોટાભાગના ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મથી ઇન-હાઉસ ઓર્ડરિંગ સિસ્ટમમાં ટ્રાન્સફર કરવા પર વિચાર કરશે.