Site icon News Continuous Bureau | Mumbai

Dominos Free Pizza Offer: પિઝા પ્રેમીઓ માટે જલસો! Domino’s એક વર્ષ સુધી ખવડાવશે ફ્રી પિઝા, બસ તમારે કરવું પડશે આ નાનકડું કામ

Dominos Free Pizza Offer: નેશનલ પિઝા ડે નિમિત્તે ડોમિનોઝ ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પર અનોખી કોન્ટેસ્ટ શરૂ કરી, ૩ વિજેતાઓને મળશે આખું વર્ષ મફત પિઝા ખાવાની તક.

Domino’s India Offers Free Pizza for a Year! Join the #DearDominosIndia Contest to Win Monthly Vouchers

Domino’s India Offers Free Pizza for a Year! Join the #DearDominosIndia Contest to Win Monthly Vouchers

News Continuous Bureau | Mumbai

 જો તમે પણ પિઝાના શોખીન હોવ, તો ડોમિનોઝ ઇન્ડિયા (Domino’s India) તમારા માટે એક શાનદાર ઓફર લઈને આવ્યું છે. ‘નેશનલ પિઝા ડે’ ના અવસરે કંપનીએ સોશિયલ મીડિયા પર એક મોટી જાહેરાત કરી છે. ડોમિનોઝે ૩ નસીબદાર વિજેતાઓને આખું વર્ષ ફ્રીમાં પિઝા ખવડાવવાનું એલાન કર્યું છે. આ ખબર સામે આવતા જ સોશિયલ મીડિયા પર પિઝા લવર્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Channel

શું છે ડોમિનોઝની આ ખાસ કોન્ટેસ્ટ?

ડોમિનોઝ ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર એક કોન્ટેસ્ટ શરૂ કરી છે. આમાં ભાગ લેવા માટે તમારે તમારી ક્રિએટિવિટી બતાવવી પડશે. તમારે માત્ર એટલું જ જણાવવાનું છે કે, તમે આ ફ્રી પિઝાના સાચા હકદાર શા માટે છો? તમારો જવાબ તમારે #DearDominosIndia હેશટેગ સાથે એક્સ પર પોસ્ટ કરવાનો રહેશે. ૩ શ્રેષ્ઠ એન્ટ્રીઝની પસંદગી કરવામાં આવશે અને તેમને વિજેતા જાહેર કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Trump’s Textile Trade Deal: ભારત પર ૧૮% ટેક્સ અને બાંગ્લાદેશને ટેક્સમાં મુક્તિ, મહારાષ્ટ્ર અને સુરતના ટેક્સટાઇલ હબ પર શું થશે અસર?

વિજેતાઓને શું મળશે ઇનામ?

આ કોન્ટેસ્ટના ૩ નસીબદાર વિજેતાઓને ઇનામ તરીકે દર મહિને ૫૦૦ રૂપિયાનું પિઝા વાઉચર (Pizza Voucher) આપવામાં આવશે. સૌથી ખાસ વાત એ છે કે આ વાઉચર તેમને પૂરા ૧૨ મહિના સુધી મળશે. એટલે કે વિજેતા વ્યક્તિ આખું વર્ષ દર મહિને મફતમાં ડોમિનોઝ પિઝાનો આનંદ માણી શકશે. આ જાહેરાત બાદ લોકોએ પોતાની ફની અને ક્રિએટિવ દલીલો સાથે પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સની ફની પ્રતિક્રિયાઓ

આ ઓફર આવતા જ લોકોએ સોશિયલ મીડિયા પર રમૂજી કોમેન્ટ્સની ઝડી લગાવી દીધી છે. એક યુઝરે લખ્યું, “મારું બેંક સ્ટેટમેન્ટ અને OTP હિસ્ટ્રી ગવાહ છે કે મારા લોહીમાં ડોમિનોઝ દોડે છે!” જ્યારે બીજાએ લખ્યું, “દુનિયા સાચા પ્રેમની રાહ જુએ છે અને હું પિઝા ડિલિવરી બોયની. અમારી આ લવ સ્ટોરીને ૧ વર્ષનું એક્સટેન્શન આપી દો.” તો જો તમે પણ પિઝા માટે ક્રેઝી હોવ, તો મોડું ન કરો અને આજે જ તમારી એન્ટ્રી મોકલી આપો.

Pulses Price Hike કઠોળના ભાવમાં ભડકો ચણા, મગ અને વટાણા સહિતના મુખ્ય કઠોળના ભાવમાં 11 ટકા સુધીનો તોતિંગ વધારો
Negative News Hits On Month First Day ઓક્ટોબર મહિનાના પહેલા જ દિવસે સામાન્ય લોકોનું મૂડ બગાડનારા પાંચ મોટા ઝટકા આમ જનતાના ખિસ્સા પર સીધી અસર
GST Collection September GST કલેક્શનમાં નવો રેકોર્ડ સપ્ટેમ્બરમાં અધધ આટલા લાખ કરોડનો ઐતિહાસિક આંકડો પાર, સરકારી તિજોરી છલકાઈ
Bank FD Rules Change આજથી તમારી FD સુરક્ષિત! બૅન્કો હવે મનફાવે તેમ વ્યાજ નહીં કાપી શકે જાણો તમારા ખાતા પર શું થશે અસર
Exit mobile version