ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જાન્યુઆરી 2022
મંગળવાર.
દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. અનેક રાજ્યો દ્વારા વિવિધ નિયંત્રણો લાદવાની સીધી અસર સમગ્ર દેશમાં વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓ પર પડી છે, જેના કારણે દેશભરમાં વિવિધ ચીજવસ્તુઓનો વેપાર છેલ્લા 15 દિવસમાં 50થી ટકા વધુનો ઘટાડો થયો હોવાનો દાવો કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ( CAIT) એ કર્યો છે.
દેશમાં કુલ છૂટક વેપાર લગભગ 150 લાખ કરોડ રૂપિયાનો હોવાનું CAITનું કહેવું છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સએ કેન્દ્ર સરકાર અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને કોરોનાને રોકવા માટે તમામ સંભવિત પગલાં લેવા જણાવ્યું છે. પ્રતિબંધની સાથે વ્યાપાર અને આર્થિક ગતિવિધિઓ પણ સરળતાથી ચાલવી જોઈએ, આને ધ્યાનમાં રાખીને અને દેશભરના વેપારી સંગઠનો સાથે ચર્ચા કરીને જો કોરોનાને લગતા પગલાં લેવામાં આવે તો વધુ યોગ્ય રહેશે, એવુ CAITના મેટ્રોપોલિટન પ્રમુખ અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શંકર ઠક્કરે જણાવ્યું હતું,
CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી મિડિયા રિલિઝ મુજબ દિલ્હીમાં ઓડ-ઈવન જેવા પગલાં નિરર્થક સાબિત થયા છે જેણે સરળ વ્યવસાયિક પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરી દીધી છે. આવા નિયંત્રણો સાથેના સાપ્તાહિક લોકડાઉનને કારણે વ્યવસાયિક પ્રવૃત્તિઓ કાં તો માત્ર બે દિવસ માટે અથવા અઠવાડિયામાં ત્રણ દિવસ માટે છોડી દેવામાં આવી છે, જેનાથી વ્યવસાયિક પ્રવૃત્તિઓ ઘણી હદ સુધી ઘટી છે. ધીરે ધીરે દિલ્હીનો વ્યવસાય અન્ય રાજ્યોમાં શિફ્ટ થઈ રહ્યો છે. નોંધનીય છે કે અન્ય રાજ્યોમાંથી લગભગ 5 લાખ વેપારીઓ દરરોજ તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે દિલ્હી આવતા હતા પરંતુ કોવિડ પ્રતિબંધોને કારણે હવે તેઓ દિલ્હી આવવાનું બંધ કરી દીધું છે અને અન્ય રાજ્યોમાંથી તેમની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે, તેનાથી દિલ્હીના વેપારને અસર થશે. જેની પ્રતિકૂળ અસર નજીકના ભવિષ્યમાં જોવા મળશે.
સ્ટેટ બેંક ના ગ્રાહકો માટે સારા સમાચાર. વ્યાજના દર વધ્યા. જાણો નવા દર અહીં.
CAITના પદાધિકારીના કહેવા મુજબ કોરોનાના વિવિધ પ્રકારના નિયંત્રણોના કારણે દેશભરમાં છેલ્લા દસ દિવસના વેપારમાં સરેરાશ 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. મુંબઈ કે જે દેશની આર્થિક રાજધાની છે અને અનેક પ્રકારના વેપારનું મુખ્ય કેન્દ્ર હોવાથી દેશ-વિદેશના વેપારીઓ પણ અહીં ખરીદી માટે આવે છે પરંતુ પ્રતિબંધના કારણે વેપારીઓએ આવવાનું બંધ કરી દીધું છે. ખરીદનાર બહાર જતો નથી. તેના શહેરનો જ્યારે ગ્રાહક પણ જ્યારે છુટક ખરીદી કરવા માટે જરૂર હોય ત્યારે જ માલ ખરીદવા બજારમાં જાય છે. આ બેવડા મારને કારણે દેશનો કારોબાર ખરાબ રીતે ઠપ થવા લાગ્યો છે, જેના પર કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારોએ ધ્યાન આપવાની જરૂર છે.
CAITના પદાધિકારીના કહેવા મુજબ CAIT ની સંશોધન સંસ્થા "CAIT રિસર્ચ એન્ડ ટ્રેડ ડેવલપમેન્ટ સોસાયટી" દ્વારા પહેલી જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી દેશના વિવિધ રાજ્યોના 36 શહેરોમાં સર્વે કરવામાં આવ્યો હતો કે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની વ્યાપાર પર શું અસર થઈ છે, વેપારીઓ વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે છેલ્લા બે સપ્તાહમાં દેશના સ્થાનિક વેપારમાં સરેરાશ 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે. કોરોનાની ત્રીજી લહેરને કારણે લોકોમાં ગભરાટનું મુખ્ય કારણ, ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર પર પાડોશી શહેરોમાંથી માલસામાનની ખરીદી ન થવી, વેપારીઓ સાથે નાણાંની ખેંચ, મોટી રકમ ક્રેડિટમાં અટવાઈ જવી જેવી સમસ્યા રહી છે.
CAITની મિડિયા રિલિઝમાં કરવામાં આવેલા દાવા મુજબ એફએમસીજીમાં 35%, ઈલેક્ટ્રોનિક્સમાં 50%, મોબાઈલમાં 50%, દૈનિક વપરાશની વસ્તુઓમાં 35%, ફૂટવેરમાં 60%, દાગીનામાં 35%, રમકડાંમાં 65%, ભેટ વસ્તુઓમાં 70% બિલ્ડર હાર્ડવેરમાં 50%, સેનિટરીવેરમાં 40%, એપેરલ અને કપડામાં 40%, સૌંદર્ય પ્રસાધનોમાં 30%, ફર્નિચરમાં 50%, ફર્નિશિંગ કાપડમાં 50%, ઇલેક્ટ્રિકલ સામાનમાં 40%, સૂટકેસ અને લગેજમાં 50%, ખાદ્યપદાર્થોમાં 30% અનાજ, 45% રસોડાના ઉપકરણોમાં, 40% ઘડિયાળો, સેનિટરીવેરમાં, 50% એપેરલ અને કપડામાં, 30% સૌંદર્ય પ્રસાધનોમાં, 50% ફર્નિચરમાં, 50% ફર્નિશિંગ કાપડમાં, 40% ઇલેક્ટ્રિકલ સામાનમાં, 50% સૂટકેસ અને લગેજમાં, 30% અનાજમાં, 45% રસોડાના ઉપકરણોમાં. ઘડિયાળોમાં 40%, કોમ્પ્યુટર અને કોમ્પ્યુટરના સામાનમાં 35%, કાગળ અને સ્ટેશનરીમાં 40% ઘટાડો થવાનો અંદાજ છે.