ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર 2021
સોમવાર.
ઓનલાઈન વેચાણ કરનારી વિદેશી ઈ-કોમર્સ કંપનીઓ નિયમોનો ભંગ કરીને દેશમાં વેપાર કરતા હોવાની પહેલાથી જ દેશભરના વેપારીઓ ફરિયાદ કરી રહ્યા છે. તેમાં હવે એમઝોન ઈ-કોમર્સ પોર્ટલના માધ્યમથી એક કરોડ રૂપિયાથી વધુ કિંમતનો ગાંજો વેચવામાં આવ્યો હતો અને તેના બદલામાં એમેઝોનને 66 ટકા કમિશન મળ્યું હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ આ ગંભીર પ્રકરણમાં કેન્દ્ર સરકારને તાત્કાલિક પગલા લેવાની માગણી કરી છે. આ પૂરા પ્રકરણની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ એમેઝોનની તપાસ કરવાની આવશ્યકતા પર પણ તેમણ ભાર મૂક્યો છે. કારણ કે એમેઝોને સેલરના રૂપમાં કામ કરીને પૈસા કમાયા છે. પોતાની વેબસાઈટ પર પોસ્ટ કરીને, કમિશન મેળવ્યું છે. ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પર મૂકવામાં આવેલા આરોપ કરતા પણ વધુ ગંભીર કૃત્ય એમેઝોને કર્યું છે, તેથી તેની સામે આકરા પગલા લેવા જોઈએ એવી માગણી પણ CAIT કરી છે.
CAITના પદાધિકારીઓના કહેવા મુજબ કોઈ પણ વેચાણકર્તાને પોર્ટલ પર રજીસ્ટર કરતા સમયે એમેઝોને તેની વાસ્તવિકતા જાણવા માટે કેવાયસી કરવુ આવશ્યક હતું. એમેઝોને ગાંજા જેવી ગેરકાયદ વસ્તુઓનું વેચાણ કરવાની મંજૂરી આપવી જોઈતી નહોતી. એમેઝોને જેવી કંપનીઓ પોતાના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિગનો ઉપયોગ ગેરકાયદે વસ્તુઓના વેચાણના પહેલા ઓળખ કરવા માટે કર્યો નહોતો.
ભારતમાં 5G સેવા ક્યારે શરૂ થશે? સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો આ જવાબ; જાણો વિગતે
NCB સહિત સરકાર અને અન્ય સરકારી એજેન્સીએ એમેઝોન સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. જો તેઓ ઓનલાઈન ગાંજો વેચી શકે છે. તો ભવિષ્યમાં હથિયાર પણ વેચતા અને રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ અને મની લોન્ડ્રિંગ કરતા પણ તેઓ અચકાશે નહીં.