News Continuous Bureau | Mumbai
મુંબઈ સહિત રાજ્યમાં ઈ-વેહીકલ તરફ લોકોનો ક્રેઝ વધી રહ્યો છે. ફક્ત ડિસેમ્બર 2021ના એક જ મહિનામાં રાજ્યમાં 46,040 ઈ-વાહનો રજિસ્ટર્ડ થયા હોવાનું સરકારી આંકડા પરથી જણાયું છે.
ટ્રાન્સપોર્ટ ખાતા મુજબ મહારાષ્ટ્રમાં જાન્યુઆરી,2022 સુધી 4.09 કરોડ વાહનો રજિસ્ટર્ડ થયા છે, તેમાંથી માત્ર મુંબઈમાં જ 42.13 લાખ વાહનો છે. તેમાં ઈ-વેહીકલનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : શું ભારતીય બજારમા ખાદ્ય તેલની અછત સર્જાશે? રશિયા-યુક્રેન યુદ્ધ લંબાઈ જવાના ડરે ગૃહિણીઓએ શરૂ કરી દીધું આ કામ.. જાણો વિગતે
છેલ્લા પાંચ વર્ષના એટલે કે 2017થી અત્યાર સુધીમાં ઈ-વેહીકલના રજિસ્ટ્રેશન માં વધારો થયો છે. 2017-18માં 1,418 ઈ વેહીકલ રજિસ્ટર્ડ થયા હતા. ત્યારબાદ 2018-19માં 4,958 અને 2019-20માં 5,050 વાહનો રાજ્યના જુદા જુદા આરટીઓ ઓફિસ માં રજિસ્ટર્ડ થયા છે.
કોરોના મહામારી ના સમય દરમિયાન એટલે કે 2020-21માં પણ ઈ-વેહીકલના રજિસ્ટ્રેશન માં કોઈ અસર થઈ નહોતી. આ વર્ષમાં 7,544 ઈ-વેહીકલ રજિસ્ટર્ડ થયા હતા.