Site icon

પેટ્રોલની વધતી કિંમતને કારણે લોકો ઈલેક્ટ્રીક વાહન તરફ ઢળ્યા.વેચાણ વધ્યું; જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29 જૂન 2021

Join Our WhatsApp Community

મંગળવાર

પેટ્રોલ-ડીઝલના આસમાને પહોંચેલા ભાવ સામે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પર્યાવરણને અનુરૂપ અને ખિસ્સાને પરવડનારા ઈ-વાહનો ખરીદવાનું ચલણ વધી ગયું છે. ઈ-વાહનોની ખરીદીમાં મહારાષ્ટ્રમાં તેજી દેખાઈ રહી છે. ચાલુ મહિનામાં મહારાષ્ટ્રમાં 876 અને મુંબઈમાં 124 ઈ-વાહનો વેચાયાં છે.

કાર ડીલરોના કહેવા મુજબ  લોકો હવે ડીઝલને બદલે હવે CNGથી ચાલતાં વાહનો ચલાવવાનું પસંદ કરી રહ્યા છે. ડીઝલ અને CNGથી ચાલતાં બંને પ્રકારનાં વાહનોના વેચાણ વચ્ચે બહુ ઓછો ફરક રહ્યો છે.  2020-21માં મહારાષ્ટ્રમાં ડીઝલથી ચાલતાં 11,785 વાહનો સામે 10,363 CNG વાહનો વેચાયાં હતાં. ખાનગી ટૅક્સની સેવા આપનારી કંપનીઓ પણ ડીઝલને બદલે CNGથી ચાલતાં વાહનોની ખરીદી  કરવાનું પસંદ કરી રહ્યા છે.

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે ઈ-વાહનો ચલાવવાં સસ્તાં પડી રહ્યાં છે. એથી વધુ ને વધુ લોકો એની ખરીદી કરી રહ્યા છે. એપ્રિલ-મે મહિનામાં કોરોનાને કારણે વેચાણને ફટકો પડ્યો હતો. જોકે જૂન મહિનામાં માર્કેટ પણ ઊંચકાઈ છે. મુંબઈમાં જૂન મહિનામાં અત્યાર સુધી 124 તો મહારાષ્ટ્રમાં 876 વાહનો વેચાયાં છે.

શાળા બંધ, કોલેજ બંધ અને ઓફીસો પણ બંધ. કોરોના ને કારણે પારાવાર નુકશાન થયું છે સ્ટેશનરી અને પેન માર્કેટ ને. જાણો વિગત

ઈ-વાહનોની જાળવણી અને એને ચલાવવું સસ્તું પડી રહ્યું હોવાથી વધુ ને વધુ લોકો એની ખરીદી કરી રહ્યા હોવાનું રીજનલ ટ્રાન્સપૉર્ટ ઑફિસનું કહેવું છે. એટલું જ નહીં, પણ હવે  સરકાર પણ ઈ-વાહનોને પ્રમોટ કરી રહી છે. એથી નવી પૉલિસી  મુંબઈ મેટ્રોપોલિટન રીજન હેઠળ આવતાં શહેરોમાં 1,500 નવાં ચાર્જિંગ સ્ટેશન પણ ઊભા કરવામાં આવ્યાં છે. સરકાર ઈ-કાર, ઈ-ઑટો, ઈ-બાઇકની ખરીદી કરનારાને ઇન્ટેન્સિવ આપવાનો વિચાર પણ કરી રહી છે.

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version