Site icon

Onion: ટામેટાં પછી હવે ડુંગળીએ રડાવ્યા, પ્રતિ કિલો આટલે પહોંચ્યા ભાવ, દિવાળીમાં ખોરવાઈ શકે છે બજેટ!

Onion: દેશમાં હાલ દિવાળીના તહેવારની ઉજવણીનો માહોલ છે પરંતુ, આ વચ્ચે ડુંગળી લોકોને રડાવી રહી છે. અગાઉ ટામેટાંના ભાવમાં ભડકો થયો હતો. ત્યારે હવે ડુંગળીના ભાવમાં વધારો થયો છે. દેશના ઘણા વિસ્તારોમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો રૂ. 80ને પાર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં ડુંગળીના ભાવની સાથે ખાવાની થાળીના ભાવ પણ વધી શકે છે.

Earlier there was tomato Now onion price has increased, the price per kg has reached so much, the budget may be disturbed in Diwali

Earlier there was tomato Now onion price has increased, the price per kg has reached so much, the budget may be disturbed in Diwali

News Continuous Bureau | Mumbai

Onion: દેશમાં હાલ દિવાળીના ( Diwali ) તહેવારની ઉજવણીનો માહોલ છે પરંતુ, આ વચ્ચે ડુંગળી લોકોને રડાવી રહી છે. અગાઉ ટામેટાંના ભાવમાં ભડકો થયો હતો. ત્યારે હવે ડુંગળીના ભાવમાં ( onion prices ) વધારો થયો છે. દેશના ઘણા વિસ્તારોમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો રૂ. 80ને પાર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં ડુંગળીના ભાવની સાથે ખાવાની થાળીના ભાવ પણ વધી શકે છે.

Join Our WhatsApp Community

ડુંગળીના ભાવમાં ભડકો

ઓકટોબરમાં ડુંગળીના ઊંચા ભાવને કારણે ખાદ્યપદાર્થોના ભાવ ( Food prices ) નીચે આવી શક્યા ન હતા. ઓક્ટોબરના બીજા પખવાડિયામાં ડુંગળીની કિંમત પ્રતિ કિલો રૂ.34થી વધીને રૂ. 40 સુધી બોલાઈ હતી. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બટાકા અને ટામેટાંના ભાવમાં ઘટાડાને કારણે શાકાહારી થાળીનો ભાવ ઘટીને રૂ.27.5 થયો હતો, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીમાં પાંચ ટકા અને સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ એક ટકા ઓછો હતો.

આ સમાચાર પણ વાંચો : Demat Accounts: દેશમાં સતત વધી રહી છે ડીમેટ ખાતાઓની સંખ્યા, આંકડો 13.2 કરોડ સુધી પહોંચ્યો, જાણો શું છે કારણ?

રિપોર્ટ્સ અનુસાર, ટામેટાના ભાવમાં ( tomato prices ) 38 ટકા અને બટાકાના ભાવમાં 21 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જે સમગ્ર પરિસ્થિતિમાં સુધારો કરે છે. બીજી તરફ માંસાહારી થાળીની કિંમત પણ વાર્ષિક ધોરણે 7 ટકા ઘટીને રૂ. 58.4 થઈ છે અને સપ્ટેમ્બરની સરખામણીએ 3 ટકા ઓછી છે. એવું કહેવાય છે કે, સરકારના એલપીજી રાંધણ ગેસના ( LPG cooking gas ) ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરીને પ્રતિ સિલિન્ડર 953 રૂપિયા કરવાના નિર્ણયથી પણ પરિસ્થિતિમાં મદદ મળી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version