200
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર
ગત સપ્તાહ ગૌતમ અદાણી માટે કોઈ તહેવારથી ઓછું નથી. આનું કારણ અદાણી ગ્રુપની કંપનીઓ છે. જેના શેરમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, 24 ઓગસ્ટ સુધી ગૌતમ અદાણીની સંપત્તિ 56.7 અબજ ડોલર હતી. જ્યારે 30 ઓગસ્ટના રોજ ભારતીય શેરબજાર બંધ થયા બાદ ગૌતમ અદાણીની સંપત્તિ વધીને 67.1 અબજ ડોલર થઈ ગઈ.
એટલે કે, આ સમયગાળા દરમિયાન ગૌતમ અદાણીની સંપત્તિમાં 10.7 અબજ ડોલર એટલે કે 7.61 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
ગૌતમ અદાણીએ છેલ્લા 6 દિવસમાં પ્રતિ કલાક 500 કરોડથી વધુ કમાણી કરી છે.
હવે ગૌતમ અદાણી વિશ્વના અબજોપતિઓની યાદીમાં ટોપ 15 માં આવી ગયા છે. આ સાથે જ તેમણે ચીનના તમામ અબજોપતિઓને પાછળ છોડી દીધા છે.
You Might Be Interested In