202
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 જાન્યુઆરી 2022
સોમવાર
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં વર્ષ 2021-22ના ઇકોનોમિક સર્વેની રજૂઆત કરી છે.
આ સર્વે અનુસાર દેશનો આર્થિક વિકાસ દર 2022-23ના નાણાકીય વર્ષમાં 8થી 8.5 ટકા રહેવાની ધારણા છે.
જોકે અહીં નોંધવું જોઈએ વર્ષ 2021-22 એટલે કે વર્તમાન વર્ષમાં આર્થિક વિકાસ દર 9.5 ટકા રહેવાનો અંદાજ છે.
એટલે કે આગલા વર્ષે દેશનું અર્થતંત્ર ધીમું પડે એવી શક્યતા ઈકોનોમિક સર્વેમાં જોવા મળે છે.
આવતીકાલે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ 2022-23નું બજેટ રજૂ કરશે.
બજેટ સત્ર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રજૂ કર્યું મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ, ગણાવી આ ઉપલબ્ધિઓ
You Might Be Interested In