Economy: દેશની ટોચની આટલી ખાનગી કંપનીઓનું મૂલ્યાંક દેશના જીડીપીના 71 ટકા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સતત ત્રીજા વર્ષે ટોચ પર..

Economy top 500 private companies in the country are valued at 71 percent of the country's GDP, Reliance Industries on top for the third year in a row

News Continuous Bureau | Mumbai 

Economy: દેશની ટોપ-500 ખાનગી કંપનીઓનું વેલ્યુએશન 2022ની સરખામણીમાં 2023માં વધીને રૂ. 231 લાખ કરોડ થયું છે. આ દેશની જીડીપીના ( GDP ) 71 ટકા છે. ઉપરાંત, આ જીડીપી સાઉદી અરેબિયા, સ્વિટ્ઝર્લેન્ડ અને સિંગાપોર કરતા પણ વધારે છે. 

સોમવારે જાહેર કરાયેલ ( Hurun India ) હુરુન ઈન્ડિયા-એક્સિસ બેંક-2023ની સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદી અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( Reliance Industries )  15.65 લાખ કરોડ રૂપિયાના મૂલ્યાંકન સાથે સતત ત્રીજા વર્ષે ટોચના સ્થાને રહી છે. RILનું મૂલ્યાંકન બીજા સ્થાને આવેલી કંપની TCS કરતાં લગભગ રૂ. 3 લાખ કરોડ વધુ છે. HDFC બેંક ( HDFC Bank ) રૂ. 10 લાખ કરોડના માર્કેટ વેલ્યુએશન ( Market Valuation ) સાથે ત્રીજી સૌથી મૂલ્યવાન કંપની બની છે.

 યાદીમાં 52 કંપનીઓ એક દાયકા કરતાં ઓછી જૂની છે…

યાદીમાં 52 કંપનીઓ એક દાયકા કરતાં ઓછી જૂની છે અને સૌથી જૂની કંપની EID-Parry (235 વર્ષ) છે. ખાનગી ક્ષેત્રની ટોચની 500 કંપનીઓની યાદીમાં લિસ્ટેડ અને અનલિસ્ટેડ બંને કંપનીઓનો સમાવેશ થાય છે. જોકે, તેમાં જાહેર ક્ષેત્રની કંપનીઓ અને વિદેશી કંપનીઓનો સમાવેશ થતો નથી.

આ સમાચાર પણ વાંચો :  Sonia Gandhi: સોનિયા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી, આ રાજ્યથી જઈ શકે છે રાજ્યસભામાં..’ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કરી નામની ભલામણ..!

દરમિયાન, હુરુન ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, આ કંપનીઓએ વર્ષમાં 13 ટકાની વેચાણ વૃદ્ધિ નોંધાવી છે અને તેમનું સંયુક્ત વેચાણ $952 બિલિયન છે. તો એક્સિસ બેંકના મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું હતું કે, આ કંપનીઓ 1.3 ટકા અથવા 70 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે.