News Continuous Bureau | Mumbai
ED Action : કેરળના તિરુવનંતપુરમ જિલ્લામાં બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કંડાલા સર્વિસીસ કોઓપરેટિવ બેંક પર દરોડા પાડ્યા હતા. બેંકમાં કરોડો રૂપિયાની કથિત ગેરરીતિઓના અહેવાલને પગલે EDએ કટ્ટકડા નજીકની બેંક પર દરોડા પાડવાની કાર્યવાહી કરી હતી. જે હેઠળ EDએ બેંક સાથે જોડાયેલા અન્ય ઘણા સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા. પોલીસ સૂત્રોએ પુષ્ટિ આપી હતી કે EDના દરોડા સવારે શરૂ થયા હતા અને હજુ પણ ચાલુ છે.
મીડિયા અહેવાલ અનુસાર, ઇડીના આ દરોડાની કાર્યવાહી લોન ફ્રોડ કેસ સાથે સંબંધિત છે, જેમાં બેંકના ભૂતપૂર્વ ચેરમેન અને સીપીઆઈ નેતા એન ભાસુરંગન નાણાકીય અનિયમિતતાના આરોપોનો સામનો કરી રહ્યા છે. પૂર્વ સચિવો શાંતાકુમારી રાજેન્દ્રન અને મોહન ચંદ્રનના ઘરો તેમ જ કલેક્શન એજન્ટના ઘરે દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી છે.
આ સમાચાર પણ વાંચો : LPG Subsidy : લોકસભા ચૂંટણી પહેલા LPG ગ્રાહકોને મળી શકે છે મોટી રાહત, સરકારની સબસિડી વધારવાની યોજના!
અહેવાલો અનુસાર, ભાસુરંગનના નિવાસસ્થાન અને પૂજાપુરામાં તેમના પુત્રના રેસ્ટોરન્ટમાં પણ તપાસ કરવામાં આવી હતી. EDએ અનેક લોન વ્યવહારો સહિત બેંક દસ્તાવેજોની તપાસ કરી. કેરળમાં સહકારી વિભાગે બેંકમાં 100 કરોડ રૂપિયાની ઉચાપત શોધી કાઢી હતી. સહકારી રજિસ્ટ્રારે અગાઉ EDને લોન ફ્રોડ કેસ અંગેનો અહેવાલ સુપરત કર્યો હતો. આ ઘટના બાદ દરોડા પાડવામાં આવી રહ્યા છે.