News Continuous Bureau | Mumbai
PNB કૌભાંડ(PNB Bank scam)ના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી(Nirav Modi) પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે
ઇડીએ મની લોન્ડરિંગ(Moey laundring case) કાયદા હેઠળ હોંગકોંગ(Hong kong)માં નીરવ મોદીની ગ્રૂપ કંપનીઓના કેસમાં રૂ. 253.62 કરોડના મૂલ્યની સંપત્તિ જપ્ત કરી છે.
કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જપ્ત કરાયેલી સંપત્તિમાં જેમ્સ(Jems), જ્વેલરી(Jewellery) અને બેંક ડિપોઝિટ(Bank deposite)નો સમાવેશ થાય છે.
આ સાથે નીરવ મોદીના કેસમાં ભારત અને વિદેશમાં જપ્ત અને ટાંચમાં લેવાયેલી સંપત્તિનું કુલ મૂલ્ય રૂ. 2,650.07 કરોડ થયું છે
હાલ લંડનની કોર્ટમાં ભાગેડુ લોન ડિફોલ્ટર નીરવ મોદી વિરુદ્ધ પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે.
પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ.14,000 કરોડની છેતરપિંડીના કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો નવા અશોક સ્તંભનો મામલો- સિંહની પ્રતિમા ને લઈને કરાઈ આ માંગ-જાણો વિગતે