ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મુંબઈમાં આજે ઈન્ડિયા બુલ્સ ફાઈનાન્સ સેન્ટર પર દરોડા પાડ્યા છે. દરોડા માટે દિલ્હીથી ચાર ટુકડીઓ મુંબઈ આવી પહોંચી હતી. આ દિલ્હી-મુંબઈની ટીમનું સંયુક્ત ઓપરેશન છે. મહારાષ્ટ્ર પોલીસે 2014 અને 2020ની વચ્ચે કંપનીના પ્રમોટરો અને ડિરેક્ટરો દ્વારા આચરવામાં આવેલી અનિયમિતતાઓ માટે ફંડની કથિત ગેરરીતિ અને એકાઉન્ટિંગ અનિયમિતતા માટે ઇન્ડિયાબુલ્સ જૂથની કંપનીઓ સામે કેસ નોંધ્યો હતો. આમાં ફ્લેગશિપ કંપની ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સનો પણ સમાવેશ થાય છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, રિપોર્ટ અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દિલ્હી અને મુંબઈની સંયુક્ત ટીમે આ દરોડા પાડ્યા હતા. ઈડીનું આ સર્ચ ઓપરેશન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (PMLA) હેઠળ ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, પ્રમોટર સમીર ગેહલોત, કેટલીક અન્ય સંબંધિત કંપનીઓ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયેલ ECIR પર આધારિત છે. EDએ એપ્રિલ 2021માં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ અને તેના પ્રમોટર્સ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તમને જણાવવુ રહ્યુ કે EDએ પાલઘરમાં FIRના આધારે કેસ નોંધ્યો હતો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે કંપનીએ નાણાંનો દુરુપયોગ કર્યો હતો અને વધતી કિંમત માટે તેના શેરમાં રોકાણ કર્યું હતું.
ટ્રેનોમાં મફતિયાઓનો ત્રાસ અટકતો નથી. 9 મહિનામાં પોણા બે કરોડ પકડાયા. જાણો આંકડા…
એફઆઈઆરમાં, ફરિયાદીએ રિયલ એસ્ટેટ કંપનીઓનો ઉલ્લેખ કર્યો છે જેમણે ઈન્ડિયાબુલ્સ પાસેથી લોન લીધી હતી અને ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ શેર્સમાં પૈસા ચૂકવ્યા હતા. તપાસ માટે, EDએ પુણેની એક રિયલ એસ્ટેટ ફર્મના પ્રમોટરમાંથી એકને નિવેદન માટે સમન્સ પાઠવ્યું હતું. તેણે ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ અને ઈન્ડિયાબુલ્સ આનુષંગિકો પાસેથી લોન લીધી હતી.