ED Raid: Reliance Power પર EDની ત્રાટકી અનિલ અંબાણી વિરુદ્ધ મની લોન્ડરિંગનો ગાળિયો મજબૂત! ૧૫ ટીમોએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન; શેરબજારમાં પણ મચશે ખળભળાટ..

શંકાસ્પદ ફંડ ટ્રાન્સફર અને બેંક છેતરપિંડીના કેસમાં તપાસ તેજ, મુંબઈમાં રહેઠાણ અને ઓફિસો સહિતના સ્થળોએ વહેલી સવારથી સર્ચ ઓપરેશન શરૂ.

by samadhan gothal
ED Raid Reliance Power પર EDની ત્રાટકી અનિલ અંબાણી વિરુદ્ધ મની લોન્ડરિંગનો ગાળિયો મજબૂત!

News Continuous Bureau | Mumbai
ED Raid એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે સવારે ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને રિલાયન્સ પાવર લિમિટેડ સાથે જોડાયેલા અનેક વ્યવસાયિક અને સત્તાવાર ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈમાં લગભગ ૧૦ થી ૧૨ સ્થળોએ એકસાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. EDની અંદાજે ૧૫ જેટલી વિશેષ ટીમોએ વહેલી સવારથી જ રિલાયન્સ પાવર સાથે જોડાયેલા અધિકારીઓના દફતરો અને ઘરોમાં તપાસ શરૂ કરી દીધી છે.

શંકાસ્પદ લેવડદેવડ તપાસના ઘેરામાં

સૂત્રોએ સંકેત આપ્યા છે કે આ દરોડા રિલાયન્સ પાવર સાથે જોડાયેલા શંકાસ્પદ ફંડ ટ્રાન્સફર અને નાણાકીય લેવડદેવડની તપાસનો એક ભાગ છે. જોકે, આ કાર્યવાહી અંગે ED તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. નોંધનીય છે કે અગાઉ પણ અનિલ અંબાણીની કંપનીઓ નાણાકીય ગેરરીતિઓના આરોપોમાં તપાસ એજન્સીઓના રડાર પર રહી છે.

બેંક છેતરપિંડી અને અગાઉની કાર્યવાહી

આ પૂર્વે, EDએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ (RCom) ના બેંક છેતરપિંડી કેસમાં અનિલ અંબાણીના પાલી હિલ સ્થિત આલીશાન ઘર ‘એબોડ’ (Abode) ને કામચલાઉ ધોરણે ટાંચમાં લીધું હતું, જેની કિંમત ₹૩,૭૧૬.૮૩ કરોડ આંકવામાં આવી છે. ગયા મહિનાના અંતમાં, સીબીઆઈ (CBI) એ પણ બેંક ઓફ બરોડાની ફરિયાદના આધારે અનિલ અંબાણીના નિવાસસ્થાન અને RCom ની ઓફિસોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : US-Iran War Twist:અમેરિકા જંગમાં નવો વળાંક! ખાડી દેશોએ અમેરિકાને બતાવ્યા તેવર; જાણો શું છે નારાજગી પાછળનું અસલી કારણ..

શું છે મુખ્ય આરોપો?

CBIની FIR મુજબ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સે બેંક ઓફ બરોડાને ₹૨,૨૨૦ કરોડથી વધુનું નુકસાન પહોંચાડ્યું હોવાનો આરોપ છે. કંપની પર લોનના નાણાંનો દુરુપયોગ કરવાનો, નકલી લેવડદેવડ દ્વારા નાણાંની હેરાફેરી કરવાનો અને કંપનીના હિસાબી ચોપડામાં ગેરરીતિઓ છુપાવવા માટે હેરાફેરી કરવાનો ગંભીર આરોપ છે. આજની EDની કાર્યવાહી આ કેસોમાં નાણાકીય પગેરાં (Money Trail) શોધવા માટે કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More