News Continuous Bureau | Mumbai
Electric Bike: એપ્રિલ મહિનામાં ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં લગભગ 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ઘટાડો 1 એપ્રિલથી લાગુ સબસિડીમાં થયેલા ફેરફારોને આભારી છે.
ગયા મહિને ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર સ્કૂટરના ( electric two-wheeler scooters ) માત્ર 64,000 યુનિટનું વેચાણ થયું હતું. માર્કેટ લીડર ઓલા દ્વારા માત્ર 33,000 એકમોનું વેચાણ કરવામાં આવ્યું હતું. પરંતુ માર્ચમાં આ આંકડો 50,000 યુનિટથી વધુ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સરકારના વાહન પોર્ટલના વાહન રજીસ્ટ્રેશન ડેટા અનુસાર, ( Electric Vehicles ) ઇલેક્ટ્રિક ઉત્પાદકોએ ( Electric Vehicles ) ઇલેક્ટ્રિકમાર્ચમાં 136,000 થી વધુ યુનિટ વેચ્યા હતા. જે એક મહિનામાં સૌથી વધુનો રેકોર્ડ છે.
Electric Bike: 31 માર્ચે સરકાર દ્વારા FAME-II સબસિડી નાબૂદ કરવામાં આવી હતી…
ઈકોનોમીક ટાઈમ્સના અહેવાલ મુજબ, Ola, Bajaj, TVS અને Ather જેવી કંપનીઓને પણ આનાથી મોટો ફટકો પડ્યો છે. બજાજે એપ્રિલમાં 7,500 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જે અગાઉના મહિનામાં 18,000 કરતાં વધુ યુનિટ્સનું વેચાણ થયું હતું. તો TVSનું વેચાણ ( electric two-wheeler sales ) માર્ચમાં લગભગ 26,000થી ઘટીને એપ્રિલમાં 7,600 યુનિટ થયું હતું. તે જ સમયે, Atherએ એપ્રિલમાં લગભગ 4,000 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. તો માર્ચમાં આ આંકડો 17,000 કરતાં વધુ હતો.
આ સમાચાર પણ વાંચો : Shri Banke Bihari: અક્ષય તૃતીયા પર બાંકે બિહારીના થાય છે દિવ્ય ચરણ દર્શન, ભક્તોને વર્ષમાં માત્ર એક જ વાર આવું સૌભાગ્ય મળે છે..
નોંધનીય છે કે, 31 માર્ચે સરકાર દ્વારા FAME-II સબસિડી નાબૂદ કરવામાં આવી હતી. આ અંતર્ગત સરકાર દરેક ટુ-વ્હીલર પર યુનિટ દીઠ 10,000 રૂપિયાની સબસિડી આપી રહી હતી. પરંતુ 1 એપ્રિલથી સબસિડી ન મળવાને કારણે વેચાણમાં ઘટાડો નોંધાયો હતો.
નાણાકીય વર્ષ 2023-24માં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના ( electric two-wheelers ) વેચાણમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન તમામ કંપનીઓ દ્વારા 9.40 લાખથી વધુ યુનિટ્સનું વેચાણ કરવામાં આવ્યું હતું.