News Continuous Bureau | Mumbai
દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલની( electric vehicles) માંગ ઝડપથી વધી રહી છે. આ સેગમેન્ટમાં કાર બાઇક અને સ્કૂટરના સેલમાં વધારો થયો છે. આ જ કારણ છે કે ઓટોમેકર્સ(automaker) કસ્ટમરની પસંદગી અને બજેટ અનુસાર અલગ-અલગ રેન્જ ઓફર કરી રહી છે. જો તમે ઈલેક્ટ્રિક સ્કૂટર(Electric scooter) ખરીદવાનું વિચારી રહ્યાં છો અને બજેટ 50 હજાર રૂપિયાથી ઓછું છે તો ચિંતા કરશો નહીં બજારમાં તમારા માટે ઘણા બેસ્ટ ઓપ્શન ઉપલબ્ધ છે.
મોંઘા પેટ્રોલના ભાવથી(petrol price) છુટકારો મેળવો
આજના સમયમાં લોકો મોંઘા પેટ્રોલની કિંમત ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલ EV ને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. આવી સ્થિતિમાં કસ્ટમરના ઇરાદાને ધ્યાનમાં રાખીને કંપનીઓ મોંઘા અને સસ્તું મોડલ પણ લોન્ચ કરી રહી છે. જો તમારું બજેટ 50,000 રૂપિયાથી ઓછું છે તો તમે કોમાકી, બાઉન્સ, એવન, ઇ-બોલ્ટ ડર્બી અને રફ્તારના ઇ-સ્કૂટર લઇ શકો છો. તેઓ કિંમત સીરીઝમાં ઓછા હોઇ શકે છે પરંતુ લૂક, ફિચર્સ અથવા બેટરીના સંદર્ભમાં તે મોંઘા ઇલેક્ટ્રિક સ્કૂટર્સને કોમ્પિટિશન આપે છે.
આ સમાચાર પણ વાંચો : અગત્યનું – મોદી સરકાર બેંક એકાઉન્ટ ખોલાવવા અને સિમ લેવાના નિયમમાં કરી રહી છે ફેરફાર- અહીં જાણો નવી જોગવાઈ
બાઉન્સ ઇન્ફીનિટી E1(Bounce Infinity E1)
ભારતીય કંપની(Indian company) બાઉન્સનું ઇલેક્ટ્રિક સ્કૂટર આ બજેટ રેન્જમાં બેસ્ટ ઓપ્શન બની શકે છે. કંપનીના બાઉન્સ ઇન્ફિનિટી E1 ઇ-સ્કૂટરની કિંમત 45,099 રૂપિયા (એક્સ-શોરૂમ) આસપાસ શરૂ થાય છે. તેમાં સ્વેપ કરી શકાય તેવી બેટરી ફીચર છે. તેની ટોપ સ્પીડની વાત કરીએ તો તે 65 kmph છે. લુકની સાથે તેમાં બીજા ઘણા શાનદાર ફીચર્સ પણ મળે છે.
કોમકી X1
ઇલેક્ટ્રિક સ્કૂટર્સના લિસ્ટમાં કોમકી પણ સારી રેન્જ આપે છે. તેના બે ઇ-સ્કૂટર તમે 50000થી ઓછી કિંમતમાં ઘરે લાવી શકો છો. આમાં Komaki XGT KM ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત માત્ર 42,500 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે Komaki X1 ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 45,000 રૂપિયાથી શરૂ થાય છે. બંને ઇ- સ્કૂટરની ટોપ સ્પીડ 85 kmph હોવાનો દાવો કરવામાં આવ્યો છે. X1 ફુલ બોડી ક્રેશ ગાર્ડ અને પાવરફુલ મોટર સાથે આવે છે.
રફ્તાર ઇલેક્ટ્રિક
જો તમે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સેગમેન્ટમાં ઓછા બજેટથી લઇને મોટી રેન્જ ઇચ્છો છો તો Raftaar કંપનીનું ઇલેક્ટ્રિક સ્કૂટર એક સારો ઓપ્શન હોઇ શકે છે. Raftaar Electrica ની કિંમતો પણ રૂ. 50,000 થી ઓછી માત્ર રૂ. 48,540 થી શરૂ થાય છે. જ્યારે તેની બેટરી એક ચાર્જમાં 100 કિમી પ્રતિ કલાકની રેન્જ આપે છે. આ સિવાય ડિજિટલ સ્પીડોમીટર, ડિજિટલ ટ્રિપ મીટર, પુશ બટન સ્ટાર્ટ, એન્ટી થેફ્ટ એલાર્મ સહિતના ઘણા ફિચર્સ મળે છે.
આ સમાચાર પણ વાંચો : નોકરી સિવાય કેવી રીતે એક્સ્ટ્રા ઈનકમ મેળવવી- ઘરે બેસી લાખોમાં રૂપિયા કમાવવાના આ છે ગજબના ફંડા
ક્રેયોન ઝીઝ
ઓછા બજેટના ઇલેક્ટ્રિક સ્કૂટરની યાદીમાં ક્રેયોન ઝીઝનું નામ પણ સામેલ છે. તે તેના ચીક અને અર્બન લુક માટે પસંદ કરવામાં આવે છે. તેની પ્રારંભિક કિંમત પણ 48000 રૂપિયાથી શરૂ થાય છે. ફૂલ ટ્રાફિક અને ગલીઓને ધ્યાનમાં રાખીને તેને ખાસ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર પાવરફુલ 250W મોટર સાથે આવે છે અને તેની ટોપ સ્પીડ 25 kmph છે.
Avon E-SCOOT 504
Avon કંપનીનું E-SCOOT 504 પણ તમારા માટે એક સારો ઓપ્શન સાબિત થઇ શકે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત લગભગ 45,000 રૂપિયા છે. આ કિંમતે આ ઇ-સ્કૂટર એક ચાર્જ પર 65 કિમી સુધીની રેન્જ આપે છે જ્યારે તેની ટોપ સ્પીડ 24 કિમી પ્રતિ કલાક છે. માત્ર ઉલ્લેખિત ઇ-સ્કૂટર જ નહીં પરંતુ અન્ય કંપનીઓના મોડલ પણ આ કિંમત સીરીઝમાં આવે છે. તેમાં Merico Eagle 100 (4.8), Ujaas eGo LA જેવા ઇલેક્ટ્રિક સ્કૂટર્સનો સમાવેશ થાય છે..