News Continuous Bureau | Mumbai
દુનિયાના નંબર વન ઉદ્યોગપતિ(Businessman) ગણાતા ઈલોન મસ્ક(Elon Musk) ટ્વિટર(Twitter) ખરીદ્યા બાદ હવે ઠંડા પીણાની કંપની કોકા કોલા(Coca Cola) ખરીદવાના છે એવા અહેવાલ મીડિયામાં વહેતા થયા છે.
ટેસ્લા(Tesla) ઇલેક્ટ્રિક કાર અને સ્પેસએક્સ (SpaceX)કંપનીના માલિક ઈલોન મસ્કે 44 અબજ ડોલરમાં ટ્વિટર ખરીદીને બધાને આંચકો આપી દીધો હતો. ટ્વિટર પર એમના સાડા આઠ કરોડથી વધુ ફોલોઅર્સ છે. ટ્વિટરના માલિક બન્યા બાદ હવે તેઓ કોકા-કોલા ખરીદવાના છે.
મીડિયા હાઉસ માં આવેલા અહેવાલ મુજબ ખુદ ઈલોન મસ્કે ભારતીય સમય મુજબ આજે સવારે ટ્વીટ9Tweet) કરીને “હવે હું કોકા-કોલા ખરીદવાનો છું અને એમાં કોકેન(Cocaine) પાછું લાવવાનો છું.” આ ટ્વીટના અત્યાર સુધીમાં સવા બે લાખથી પણ વધુ રીટ્વીટ(Retweet) થાય છે અને 12 લાખ લાઈક્સ મળી ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો : રિલાયન્સ કંપની ૧૯ લાખ કરોડનું બજારમૂલ્ય ધરાવનાર પ્રથમ ભારતીય કંપની બની.
અનેક યુઝરોએ મસ્કના આ ટ્વીટની મજાક ઉડાવી છે. તો અનેક લોકો ખુશ પણ થયા છે. અમુક લોકોએ તેમના દેશમાં કેફી દ્રવ્યોના ઉપયોગ પર પ્રતિબંધ હોવાનું લખ્યું હતું. અમુક લોકોએ તેને લગતા મીમ્સ પણ શેર કર્યા હતા. અમુક લોકોએ મસ્કને તે બહુ ગરીબ છે અને કોકા-કોલા ખરીદી નહીં શકે એવી ટ્વીટ પણ કરી છે.