Elon Musk Donald Trump: ઇલોન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં દર મહિને અંદાજે 376 કરોડ રૂપિયાનું ફંડીંગ કરશે.. જાણો વિગતે..

Elon Musk Donald Trump: ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીઓના સીઈઓ ઈલોન મસ્કે પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી અભિયાનને આર્થિક રીતે મદદ કરવાની હવે યોજના બનાવી છે. રિપોર્ટ અનુસાર, ઈલોન મસ્ક હવે દર મહિને $45 મિલિયનનું જંગી ફંડ આપીને ટ્રમ્પના ચૂંટણી અભિયાનને મજબૂત કરવા જઈ રહ્યા છે.

by Bipin Mewada
Elon Musk will fund approximately 376 crores of rupees every month in Donald Trump's election campaign..

 News Continuous Bureau | Mumbai 

Elon Musk Donald Trump: અમેરિકાની ચૂંટણીમાં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ( Donald Trump ) સતત મોટા લોકોનું સમર્થન મળી રહ્યું છે. તેમાં હવે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્ક પણ તેમના સમર્થનમાં સામે આવ્યા છે. આ ચૂંટણીમાં ઇલોન મસ્કએ માત્ર ડોનાલ્ડ ટ્રમ્પને જ તેમનો ટેકો જ આપ્યો નથી, પરંતુ તેમના ચૂંટણી પ્રચાર ( election campaign ) માટે દર મહિને $45 મિલિયનનું ફંડ આપવાની પણ યોજના બનાવી રહ્યા છે. 

વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ અનુસાર, ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીઓના સીઈઓ ઈલોન મસ્કે પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી અભિયાનને આર્થિક રીતે મદદ કરવાની હવે યોજના બનાવી છે. રિપોર્ટ અનુસાર, ઈલોન મસ્ક હવે દર મહિને $45 મિલિયનનું જંગી ફંડ ( Election Funding ) આપીને ટ્રમ્પના ચૂંટણી અભિયાનને મજબૂત કરવા જઈ રહ્યા છે. ભારતીય ચલણમાં આ રકમ દર મહિને 376 કરોડ રૂપિયાથી વધુ સુધીને છે.

Elon Musk Donald Trump: શનિવારે, એક ચૂંટણી કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, ટ્રમ્પ પર ગોળી ચલાવવામાં આવી હતી…

ઈલોન મસ્કનું આ સમર્થન એવા સમયે આવ્યું છે. જ્યારે હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ( Donald Trump Rally Shooting ) પર ઘાતક હુમલો થયો હતો. ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષની ચૂંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન સામે સખત પડકાર રજૂ કરી રહ્યા છે, જેમની સામે તેમને છેલ્લી ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન શનિવારે, એક ચૂંટણી કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, ટ્રમ્પ પર ગોળી ચલાવવામાં આવી હતી, જેમાં તેઓ ભાગ્યે બચી ગયા હતા. એવું માનવામાં આવે છે કે આ ઘાતક હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની ઉમેદવારી ખૂબ જ મજબૂત બની ગઈ છે. પ્રભાવશાળી લોકો તરફથી ટ્રમ્પને સતત મળતા સમર્થનથી પણ આ સ્પષ્ટ થઈ રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો  :  Inflation in India: વરસાદને કારણે મોંઘવારી વધી, શાકભાજી મોંઘા થતા રસોડાનું બજેટ બગડ્યું.. જાણો વિગતે..

ઇલોન મસ્ક વિશે વાત કરીએ તો, તે હંમેશા વિવિધ રાજકીય મુદ્દાઓ પર અવાજ ઉઠાવે છે. અનેક પ્રસંગોએ, મસ્કે વર્તમાન યુએસ પ્રમુખ જો બિડેનની સરકાર અને તેમની ડેમોક્રેટિક પાર્ટીની આકરી ટીકા કરી છે. ડેમોક્રેટિક પાર્ટીએ વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેનને ફરીથી તેના ઉમેદવાર તરીકે નોમિનેટ કર્યા છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સતત ત્રીજી વખત રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા છે.

ઇલોન મસ્કની ગણતરી હાલ વિશ્વના ટોચના અમીર લોકોમાં થાય છે. ટેસ્લાના CEO ફોર્બ્સની રીયલટાઇમ બિલિયોનેર્સની યાદીમાં $252.3 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તે બ્લૂમબર્ગની બિલિયોનેર્સની યાદીમાં હાલ $267 બિલિયનની નેટવર્થ સાથે ટોચના સ્થાને છે. મસ્ક પાસે પ્રભાવશાળી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ નિયંત્રણ છે, જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More