News Continuous Bureau | Mumbai
ઈથોસ(Ethos), લક્ઝરી ઘડિયાળનું(Luxury watch) વેચાણ કરતી જાયન્ટ કંપનીએ લિસ્ટિંગમાં રોકાણકારોને(Investors) નિરાશ કર્યા છે.
બજારમાં તેજી વચ્ચે આજે કંપનીના શેર(Company share) ડિસ્કાઉન્ટમાં સ્ટોક એક્સચેન્જમાં(stock exchange) લિસ્ટ થયા.
કંપનીના શેરોએ NSE પર શેર દીઠ રૂ. 825ના ભાવે ટ્રેડિંગ(Trading) શરૂ કર્યું હતું, જે રૂ. 836-878ના IPOના ભાવ કરતાં 6 ટકા નીચું છે.
તે જ સમયે, તે BSE પર 830 રૂપિયાની કિંમતે લિસ્ટેડ છે.
ઉલ્લેખનીય છે કે Ethos Limitedના IPO માટે કંપનીએ 836-878 રૂપિયાની પ્રાઇસ બેન્ડ(Price band) નક્કી કરી હતી. તેનો IPO 18 મેના રોજ માર્કેટમાં આવ્યો હતો અને તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 મે હતી.
આ સમાચાર પણ વાંચો : શોકિંગ! એક વર્ષમાં જ બેંકમાં અધધ કરોડ રૂપિયાનું કૌભાંડઃ તો આટલી બેંકોને લાગ્યા કાયમી તાળા. RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો.. જાણો વિગતે,