ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર.
દેવામાં ડૂબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ કંપની વેચાઈ ગઈ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ મુંબઈના ઉદ્યોગપતિ નિખિલ મરચન્ટે તેને ખરીદવા માટે સૌથી વધારે 2700 કરોડ રૂપિયાની બોલી લગાવી છે.
રિલાયન્સ નેવલ કંપની મૂળભૂત રીતે પિપાવાવ શિપયાર્ડના નામથી જાણીતી છે.
આ કંપની માટે ત્રણ કંપનીઓએ બોલી લગાવી હતી.જેમાં એક કંપનીએ તો માત્ર 100 કરોડની ઓફર કરી હતી.
ઉલ્લેખનીય છે કે રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ પર 12000 કરોડ રુપિયાનુ દેવુ છે. જેમાં સૌથી વધારે દેવુ 1965 કરોડ રુપિયા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનુ બાકી છે જ્યારે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાનુ 1555 કરોડ રુપિયાનુ દેવુ બાકી છે.
લો બોલો! મુંબઈના ડબ્બાવાળાને જોઈએ છે મેટ્રો અને મોનોમાં આ ખાસ ડબ્બો; જાણો વિગત
