ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
દિવાળી નજીક આવતાં લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે. એવા સમયે એક ફૅશન બ્રાન્ડ (ફેબ ઇન્ડિયા)એ અતિ ઉત્સાહમાં પોતાનાં કપડાંને પ્રમોટ કરવા સોશિયલ મીડિયા પર દિવાળીનું નામકરણ કરી નાખ્યું હતું. દિવાળીને તેણે ‘જશ્ન-એ-રિવાજ’ કહીને પોતાની પ્રોડક્સને તેણે પ્રમોટ કરી હતી. એને કારણે સોશિયલ મીડિયા પર લોકો એના પર તૂટી પડ્યા હતા. અનેક યુઝરોએ હિંદુ તહેવારો અને તેમની ભાવનાને દુ:ખ પહોંચાડ્યું હોવાનો આરોપ કર્યો હતો. આ કંપનીની ભારે ટીકા કરવામાં આવી છે. યુઝરોની સતત ટીકા અને નારાજગીને પગલે કંપનીએ ટ્વિટર પરથી પોતાની પોસ્ટ તુરંત હટાવી લીધી હતી. જોકે હિંદુ તહેવારોના નામકરણ સામે ભાજપ યુવા મોર્ચાના નેતાઓ પૂરા વિવાદમાં કૂદી પડ્યા હતા. તેમણે કંપનીના તમામ પ્રોડક્સનો બહિષ્કાર કરવાની લોકોને અપીલ કરી હતી. તેમ જ આ કંપનીને હિંદુ તહેવારો અને સંસ્કૃતિનું અપમાન કરવા બદલ આર્થિક ભરપાઈ કરવાની માગણી પણ ભાજપ યુવા મોર્ચાએ કરી હતી.
હાય રે મોંઘવારી: મુંબઈમાં શાકભાજી એટલી મોંઘી થઈ કે લોકોને કઠોળ ખાવાં પડે છે
