ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
કોરોનાને કારણે લદાયેલા લૉકડાઉનથી વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ઓસરી રહી હોવા છતાં પ્રશાસને અમલમાં મૂકેલા પ્રતિબંધોથી ત્રસ્ત વેપારીઓની સમસ્યા અંગે આજે ફેડરેશન ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર (ફામ)એ આજે સાંજે મિટિંગ બોલાવી હતી અને આ સમસ્યાના ઉકેલ માટે મહત્ત્વનો નિર્ણય લીધો હતો.
આ મિટિંગમાં સભ્યોએ નિર્ણય કર્યો છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની મુલાકાત લઈ અને તેમને હસ્તક્ષેપ માટે વિનંતી કરી ફરિયાદો રજૂ કરાશે. આ ઉપરાંત ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસને દુકાનદારોની ફરિયાદોની માહિતી આપી અને વહેલી તકે પ્રશ્નોના નિરાકરણમાં મદદ કરવાની વિનંતી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે એમ છતાં જો વેપારીઓને ન્યાય નહિ મળે તો તેઓ વેપાર કરવા અને તેમનું ગુજરાન ચલાવવાના તેમના મૂળભૂત અધિકાર માટે લડત આપશે. બીજા વેપારી સંગઠનોનો ટેકો મેળવીને સાથે શાંતિપૂર્ણ જન આંદોલન શરૂ કરવામાં આવશે.